________________
૬ • પરિશીલન
ઘણા પૂછે છે કે શું અમદાવાદમાં સંશોધન થઈ શકે? પ્રશ્ન સાચો છે, કેમ કે અમદાવાદનું ધન જુદું છે. છતાં એ ધનને વિશેષ ઇચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધિન ઈચ્છનાર વર્ગ હોય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હોઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનું છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલો છે, જેને પોતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઇચ્છાએ કે અનિચ્છાએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એનો પણ ઉપયોગ છે. ઘણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈને પડ્યા હશો? હું જવાબ આપું છું કે અમારે મરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને ધનિકો ભલે અભિમાન કરે, પણ વિદ્યાધિનવાળાઓને-વિદ્વાનોને શોધ્યા વિના એમને ચાલ્યું નથી. પોતાને માટે નહિ તો પોતાનાં સંતાનો માટે પણ એમને વિદ્વાનોની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતો. વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિધ્વરૂપ છે. વિદ્યાની સાધનામાં વિઘ્ન હોય તો તે ધનરાશિનું છે, પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હોઈએ તો ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાનો સંભવ નથી. ધનાઢ્યોના સંસર્ગથી જ એ જાગતી હોય છે. એટલે ચોથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણી મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે.
એક બીજા વિઘ્નનો પણ અહીં નિર્દેશ કરીશ. ઘણી વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પોતાના વખતનો સદુપયોગ કરનારા વિદ્યાર્થીઓ મેં બહુ ઓછા જોયા છે. એમનો પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતો જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતા હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારંવાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજી-ચોથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તો સ્વપ્રયત્નથી-સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલો માટે આપણે શિક્ષકો, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણીએ, પણ ત્રીજીમાં તો વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે અને ચોથીમાં તો એ ભૂલ નભી જ ન શકે; ત્યાં તો એને દૂર કરવી જ
પડે.
એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાય – ચર્ચા, વાચન, શોધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય
એ તો વિદ્યાર્થીજીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિકાઓનાં તો વર્ષો પણ નિયત કરવામાં આવે છે, પણ ચોથીને તો એનુંય બંધન નથી. એ તો સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસો એવું પ્રાર્થ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org