________________
૪ • પરિશીલન બોલવા-વાંચવા અને ઉચ્ચારવાનું બધું આવી ગયું એમ ગણવાનું છે. આ પ્રવૃત્તિથી સમજણ, તર્ક બધું ઉત્તેજિત થાય છે, પણ તે મોટે ભાગે ઉંમરના પ્રમાણમાં.
ત્યાર પછીની બીજી ભૂમિકા સંજ્ઞાન અર્થાત્ સમજણપ્રધાન છે. વિદ્યાર્થી કૉલેજમાં દાખલ થાય ત્યારે પણ ભાષા અને શબ્દનું મહત્ત્વ તો રહે છે જ, પણ એ ભૂમિકામાં એને વિષયને પકડીને ચાલવાનું થાય છે. તેથી જ અભ્યાસક્રમમાં ઘણાં પુસ્તકો હોવા છતાં તે બધાં પૂરાં થાય છે. જો એને ત્યાં પણ માત્ર સ્મૃતિ પર આધાર રાખીને ચાલવાનું હોય તો એમ થઈ શકે નહિ. ત્યાં શબ્દ નહિ, પણ અર્થ મહત્ત્વ ભોગવે છે. એ અર્થ ગ્રહણ કરવાની પદ્ધતિમાં ફેર હોઈ શકે, પણ મુખ્ય વસ્તુસ્થિતિ આ પ્રકારની હોય છે.
ત્યાર પછીની ભૂમિકામાં સમજણ ઉપરાંત એક નવું તત્ત્વ આવે છે. એની પહેલાંની ' ભૂમિકાઓમાં શિક્ષણ, ચર્ચા, ટીકા બધું અન્યની કનેથી આવતું હતું અને સમજી લેવાતું હતું; પણ હવે આ નવી ત્રીજી ભૂમિકામાં તારતમ્ય, પરીક્ષણવૃત્તિ-કોઈ પણ મતને પોતાની બુદ્ધિથી કસી જોવાની પરીક્ષકવૃત્તિ–ઉમેરાય છે. આ વખતે વિદ્યાર્થી આમ કરી શકવા જેટલી ઉંમરે પણ પહોંચ્યો હોય છે; એટલે પહેલાં જે પુસ્તક કે અધ્યાપકને તે પ્રમાણભૂત માનતો હોય તેની સામે પણ એ શીંગડાં માંડે એ સ્થિતિ આવે છે.
તે પછીની ભૂમિકા કે પીએચ.ડી. થવા માટે જે જાતની પ્રવૃત્તિ થતી હોય છે તેની છે. શબ્દપ્રધાન, સમજણપ્રધાન અને પરીક્ષા પ્રધાન વિદ્યાધ્યયનનો ઉપયોગ એ ભૂમિકામાં થાય છે. એ ભૂમિકાવાળાએ પોતાના વિષયને અંગે જેટલું કામ થયું હોય તે બધું સમજી લઈને, ઉપલભ્ય હોય એટલું જ્ઞાન મેળવી લઈને કંઈક નવું શોધવાનું, સર્જવાનું, ઉમેરવાનું હોય છે–પેલી શબ્દસૃતિ, સંજ્ઞાન અને પરીક્ષાની ત્રિવેણીને આધારે. એણે કરેલા કામનું પ્રમાણ જોવાનું હોતું નથી, એટલે કે પાનાંની સંખ્યા જોવાની હોતી નથી, પણ એની મૌલિકતા, એનો અધિકાર જોવાનાં હોય છે. એની નવી શોધ એકાદ વાક્યમાં જણાઈ આવે એમ પણ બને; પણ મારે જે કહેવાનું છે તે તો આ જ કે એ ભૂમિકા નવું શોધવાની, સર્જનશક્તિને વ્યક્ત કરવાની ભૂમિકા છે.
આપણે આજે જેઓ અહીં એકત્ર થયાં છીએ તે ત્રીજી અને ચોથી ભૂમિકાવાળાં છીએ. ડિગ્રી મેળવવા માગનારાંઓનો કે પરીક્ષા પાસ કરનારાંઓનો અત્યારે હું વિચાર નથી કરતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો પણ હું ભેગો જ ખ્યાલ કરું છું, છતાં અધ્યાપકો વિશે થોડુંક કહી લઉં. આમ તો સાચો અધ્યાપક હંમેશાં વિદ્યાર્થીમાનસ સાથે તાલ મેળવતો જ હોય છે, પણ જ્યારે વિદ્યાર્થીની સંશોધન પ્રવૃત્તિને એ સહાય કરતો હોય છે ત્યારે એ જુદો જ રંગ સજતો હોય છે. એ કક્ષામાં અધ્યાપકને એવી વસ્તુઓ સૂચવવી પડતી હોય છે, જેથી વિદ્યાર્થીની સંશોધકવૃત્તિ જાગ્રત થાય. એટલે અધ્યાપક પ્રત્યક્ષ શિક્ષણથી જ નહિ, પરંતુ ચર્ચા, વાર્તાલાપ, સૂચના વગેરે દ્વારા પણ વિદ્યાર્થીના મનમાં કશુંક ઉગાડવા મથતો હોય છે. એકંદરે, વિદ્યાર્થીજીવનની જેમ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org