________________
૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ
આજે તમારી સૌની સમક્ષ બોલતી વખતે જો હું પ્રત્યેક વ્યક્તિનો ચહેરો જોઈ શકતો હોત, અથવા તો શબ્દ સાંભળીને પણ બધાંને ઓળખી શકતો હોત તો મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી આવ્યો, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધોમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ રહે છે, પણ આપણે તો વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તો અધ્યયન સંબંધી જ કંઈક કહું પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તો વગર તાલીમે ફાંફાં મારતાં જે રસ્તો મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કેડીથી જેણે ક્વલ પસાર કર્યું હોય તે કેવળ પોતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એવો તો નહિ જ કે બીજી કેડીઓ જ નથી, અથવા છે તો એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહું કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે.
વિદ્યાર્થીજીવન આપણે ચાર વિભાગોમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીનો તે પહેલો વિભાગ; માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણ અર્થાત આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણીએ છીએ તે પામતાં સુધીનો બીજો વિભાગ; અનુસ્નાતકનો તે ત્રીજો અને તે પછીનો તે ચોથો વિભાગ.
આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કારો પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં જેને હું ભાષા કહું છું તેમાં લખવાનું,
ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાર્થીસભાને આશ્રયે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org