________________
સ : ૧૩ ]
[પ
રત્નપુર નામના નગરમાં વિદ્યાધરામાં ઈન્દ્ર સમાન “જનુ” નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે, પવિત્ર અંગેાવાળી, આ ગંગા' નામની તેમની પુત્રી છે. એક વખત રાજાએ પેાતાના ખેાળામાં બેસાડી ગંગાને પૂછ્યું. હે પુત્રી ! તને કેવા સુંદર ભર્તાર જોઈએ છે, ત્યારે ગંગાએ કહ્યું કે હે પિતાજી! વચનનો અનાદર કરનાર ગમે તેટલા ગુણવંત, રૂપવંત, ભર્તાર હેાય તેા પણ તે શું કામનો ? માટે મને તે મારા વચનનો અનાદર ન કરે તેવા ભર્તાર જોઈએ છે, વિદ્યાધરેન્દ્ર જનુ' એ ઘણા રાજકુમારોને પસંદ કર્યા. પણ કાઈ પણ રાજકુમારે ‘ગંગા’ ની શરત કબૂલી નહી. ગંગા'નું મન હમેશાં ઉદ્વેગમાં રહેવા લાગ્યું. દિન–રાત ધર્મનું શરણું સ્વીકારીને ‘ગ’ગા’ દિવસ વ્યતીત કરવા લાગી, એકાદ ચારણ શ્રમણ પાસે જૈનધમનું રહસ્ય જાણી- જૈનધર્મ પ્રત્યે અનુરાગ જાગ્યા, અને જૈનધર્મનો સ્વીકાર કર્યાં ત્યારથી હે રાજન્ ! અમારી રાજકુમારી આ મહેલમાં રહીને અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે, ધર્મની આરાધના કરે છે. આજે તેની આરાધના ફળી છે. ગઈકાલે જ વિદ્યાધર રાજા ‘જહ્નુ” ની સાથે સત્યવક્તા નૈમિત્તિક આવ્યા હતા, અને કહ્યું હતું કે હૈ કલ્યાણી ! કલ્યાણકારી ધર્મના પ્રભાવથી તારા મનોરથા પૂરા થશે, આવતીકાલે હરણની પાછળ એક પુરૂષ આવશે, જે હસ્તિનાપુર નગરનો રાજા શાન્તનુ હશે, હે રાજન્ ! નૈમિત્તિકના કથન અનુસાર આજ પ્રાતઃકાળથી જ હું મહેલના ઉપરના ભાગમાં આપના આગમનની