________________
સર્ગઃ ૧ ] ગરીબાઈને દેશવટે મળેલ હતો, અધર્મનું નામ નિશાન નહતું, ભય અને અન્યાય શોધવા છતાં પણ દેખાતા નહોતા, એવા હસ્તિનાપુરમાં હસ્તિરાજાના વંશ રૂપી સાગરમાં કૌસ્તુભ મણીની સદશ, દાનાદિ ગુણોથી પ્રશંસાને પામેલા અત્યંત તેજસ્વી લાખે રાજાઓ થઈ ગયા, તે રાજાઓમાં વૈરાગ્યરૂપ ઔષધિઓથી ભાવ રોગોને નિર્મૂળ કરનાર, સનત્કુમાર નામે ચક્રવતિ થયા, ઘણે કાળ વ્યતીત થયા બાદ બાહ્ય અને અત્યંતર શત્રુઓને ભયભીત બનાવીને ભગાડનાર શ્રી શાંતિનાથપ્રભુ, શ્રી કુંથુનાથપ્રભુ, શ્રી અરનાથપ્રભુ, ધર્મચક્રવતિ થયા, તેજ વંશમાં પિતાના પરાક્રમથી બીજા રાજાઓને જીતનાર ચક્રવર્તિ સમાન પ્રભાવશાળી અનન્તવીર્ય નામે રાજા થયા, ત્યારબાદ મહામુશ્કેલીમાં પણ ન જીતી શકાય તેવા ભૂજાબળવાળા શ્રી કૃતવીર્ય નામના દાનેશ્વરી રાજા થયા, ત્યારબાદ ઘણું લાંબા કાળે ઉત્કૃષ્ટ પ્રતાપી અને યમદગ્નિના પુત્ર વીર પરશુરામની સાથે ભયંકર યુદ્ધ કરનાર શ્રી સુભૂમ નામના ચક્રવતિ થયા.
તે જ વંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ પ્રશાંત અને ગુણના સમૂહથી શોભતા મહાપ્રતાપી “શાન્તનું નામના રાજા થયા, તેઓ અન્યાયરૂપી વૃક્ષના મૂલને. ઉખાડી નાખી, ન્યાયરૂપી વૃક્ષને દયાદિ ગુણોથી સિંચન કરતા, સર્વે રાજાઓને નમસ્કાર કરવા યોગ્ય હતા, તેમના રાજ્યમાં ધર્મ–અર્થ-કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થ સિવાય