Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
१४
અમુક પ્રમાણમાં હોવા છતાં એ એટલું અપૂર્ણ છે કે જે જૈન કર્મવાદની મહત્તાના અંગરૂપ ન બની શકે; તેમજ જૈન આગમો પૈકીનું કોઈ પણ આગમ એવું નથી જે કેવળ કર્મવાદવિષયને લક્ષીને હોય; આ સ્થિતિમાં સૌ કોઈને એ જિજ્ઞાસા સહેજે જ થાય અને થવી જ જોઈએ કે, “ત્યારે જૈન દર્શનના અંગભૂત વ્યાખ્યાનનું મૂળ સ્થાન કયું ?” આ વિષે જૈન કર્મવાદવિષયક સાહિત્યના વ્યાખ્યાતા અને પ્રણેતાઓનો એ જવાબ છે કે, “જૈનકર્મવાદવિષયક પદાર્થોનું મૂળભૂત, વિસ્તૃત અને સંપૂર્ણ વ્યાખ્યાન કર્મપ્રવાદ પૂર્વમાં અર્થાત્ કર્મપ્રવાદ પૂર્વનામક મહાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એ મહાશાસ્ત્રના આધારે કર્મવાદનું વ્યાખ્યાન ગ્રંથરચના વગેરે છે.” આજે આ મૂળભૂત મહાશાસ્ત્ર કાળના પ્રભાવથી વિસ્મૃતિ અને નાશના મુખમાં પડી ગયું છે. આજે આપણી સમક્ષ વિદ્યમાન કર્મવાદવિષયક સાહિત્ય એ ઉપરોક્ત મહાશાસ્ત્રના આશયને આધારે નિર્માણ કરાયેલ અંશરૂપ સાહિત્ય છે. ઉપર જણાવેલ મહાશાસ્ત્રની વિસ્મૃતિ અને અભાવમાં કર્મસાહિત્યના નિર્માતાઓને કર્મવાદવિષયક કેટલીયે વસ્તુઓનાં વ્યાખ્યાનો પ્રસંગે પ્રસંગે છોડી દેવાં પડ્યાં અને કેટલીયે વસ્તુઓના વિસંવાદ પામતાં તાત્ત્વિક વર્ણનો શ્રુતધરો ઉપર છોડી દેવામાં આવ્યાં છે ?૧, ૨ જૈન કર્મસાહિત્યના પ્રણેતાઓ
જૈન કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતાઓ શ્વેતાંબર અને દિગંબર એમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે, તે છતાં કર્મવાદનું વ્યાખ્યાન અને વર્ણન તો એક જ રૂપમાં રહ્યું છે. એ જ કારણે દરેક તાત્ત્વિક વિષયમાં બન્નેય સંપ્રદાય સમાનતંત્રીય તરીકે ઓળખાય છે.
એ સાહિત્યની વિશેષતા વિષયમાં પણ ઉભય સંપ્રદાય સમાન દરજ્જામાં ઊભા છે. અલબત્ત ગ્રંથકર્તાઓના ક્ષયોપશમાનુસાર ગ્રંથરચના અને વસ્તુવર્ણનમાં સુગમ-દુર્ગમતા, ન્યૂનાધિકતા કે વિશદાવિશદતા હશે અને હોઈ શકે, તે છતાં વાસ્તવિક રીતે જોતાં બન્નેય પૈકી કોઈનાય કર્મવાદ વિષયક સાહિત્યનું ગૌરવ ઓછું આંકી શકાય તેમ નથી. અવસરે અવસરે, જેમ દરેક વિષયમાં બને છે તેમ કર્મવાદવિષયક સાહિત્યમાં પણ ઉભય સંપ્રદાયે એક-બીજાની
૧. () ‘“અજરાઅમુન્નાર્ અણુઓ ધરે પળિવયામિ ॥શા''
"करणं क्रिया, ताए विणा जा उवसामणा सा अकरणोवसामणा.... ताते अणुओगो वोच्छिन्नो तो तं अजाणतो आयरिओ जाणंतस्स नमोक्कारं करेति ।" कर्मप्रकृतिचूर्णि-उपशमनाकरणे ॥
"अकरणकृतोपशमनाया नामधेयद्वयम्, तद्यथा-अकरणोपशमना, अनुदीर्णोपशमना च । तस्याश्च सम्प्रत्यनुयोगो व्यवच्छिन्नः । " मलयगिरीया टीका ॥
(ख) " तत्र या करणरहिता तस्या व्याख्या नास्ति, तद्वेत्तृणामभावात् ।" पंचसंग्रह स्वोपज्ञटीका । (ग) “जीवपदप्रतिबद्धानां त्वालापगणनादीनां द्वाराणां प्ररूपणा सम्प्रदायाभावाद् न क्रियते" बृहत्कल्पसूत्र विभाग ४ पत्र १२१९
(घ) 'शेषाणि तु द्रव्यप्रमाणादीनि सप्तानुयोगद्वाराणि कर्मप्रकृतिप्राभृतादीन् ग्रन्थान् सम्यक् परिभाव्य वक्तव्यानि । ते च कर्मप्रकृतिप्राभृतादयो ग्रन्था न सम्प्रति वर्त्तन्ते इति लेशतोऽपि दर्शयितुं न शक्यन्ते । यस्त्वैदंयुगीनेऽपि श्रुते सम्यगत्यन्तमभियोगमास्थाय पूर्वापरौ परिभाव्य दर्शयितुं शक्नोति तेनावश्य दर्शयितव्यानि । प्रज्ञोन्मेषो हि सतामद्यापि तीव्रतीव्रतरक्षयोपशमभावेनासीनो विजयमानो लक्ष्यते । अपि चान्यदपि यत् किञ्चिदिह क्षूणमापतितं तत् तेनोपनीय तस्मिन् स्थानेऽन्यत् समीचीनमुपदेष्टव्यम् । सन्तो हि परोपकारकरणैकरसिका भवन्तीति ॥ सप्ततिका गाथा ५३ मलयगिरीया टीका पत्र २४१