________________
Vol. III-1997-2002 હૈમ વ્યાકરણ પરંપરામાં.....
૧૨૯ વળી, હેમહંસગણિએ દિર્ઘદ્ધ સુવડું મતિ | (ચ. સં. ૨-૩૬) એવા ન્યાયથી આ (ચી. સં. ૨૧૮) ન્યાયનું અસામર્થ્ય દર્શાવાયું છે એમ કહ્યું છે. કેમકે જો બધાં જ વાકયો સાવધારણ જ લેવાનાં હોત તો, એક વખત જ કહેવામાં આવેલી કોઈ પણ વિધિ સુબદ્ધ જ પુરવાર થાત. તે સ્થિતિમાં કોઈ પણ વિધિનું બે વખત વિધાન કરવાની જરૂર હતી જ નહીં. પણ હેમચંદ્ર ઘણી વિધિઓ બબ્બે વાર કહી છે, તે દિર્ઘદ્ધ સુદ્ધ ભવતિ | કરવાના આશયથી. આમ સર્વ વાવયં સાવધારણમ્ | ન્યાયની અનિત્યતા સૂચવાય છે એમ જાણવું. અહીં, વિજયે લાવણ્યસૂરિએ આ સર્વ વીર્ય સાવંધારણમ્ ! ની અનિત્યતા સિદ્ધ કરવા, બીજી રીતે રજૂઆત કરી છે. તેઓ કહે છે કે જે વિધિસૂત્રોમાં 4 કારનું ગ્રહણ કર્યું છે, ત્યાં દિર્દ સુવર્દ્ર મવતિ | ન્યાયથી દોષાભાવ રહે છે એમ જાણવું. જો એમ નહીં માનો તો સર્વ વાક્ય સાવધાનમ્ | ન્યાયની હાજરીમાં પર્વ કારનું ગ્રહણ વ્યર્થ જશે. આમ દિર્ઘદ્ધ સુવä મવતિ | ન્યાયથી સર્વ વાક્યે સાવધારાનૂ | નો બાધ થાય છે એમ નક્કી થશે.
શ્રી વિજય લાવણ્યસૂરિએ ન્યાયાથેસિધુટીકામાં એક મહત્ત્વની વાત એ કરી છે કે–લક્ષ્યસિદ્ધિ કરવા માટે (જ) શાસ્ત્રારંભે સ્યાદ્વાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્યાદ્વાદ સાર્વત્રિક નથી. જો સ્યાદ્વાદને સાર્વત્રિક માનીશું તો પ્રયોગવિધિ(= પ્રક્રિયાવસ્થા)માં જે તે સૂત્રથી વૈકલ્પિક વિધાન છે, કે અવૈકલ્પિક વિધાન ? તેનો નિર્ણય જ નહીં થઈ શકે. તેથી પ્રયોગવિધિમાં સર્વ વાવયં સાવધારાન્ ! એ ન્યાય માનવાનો છે અને અમુક (અનિયમિત જણાતાં) લક્ષ્યો(કવિઓનાં અમુકપ્રયોગો)ની સિદ્ધિ કરવા માટે જ સ્યાદ્વાદ છે એમ જાણવું.
બીજો તબક્કે, શ્રી વિજય લાવણ્યસૂરિએ ન્યાયાથેસિધુતરંગમાં એક સૂક્ષ્મ વિચારણા પણ મૂકી છે : જેમકે, સ્યાદ્વાદ એ તો અનેકાંતનો વાચક છે, તો પછી તેમાં (આવા સર્વ વાવયં સાવધારાનૂ | ન્યાયથી રજૂ થતો) અવધારણા રૂપી અર્થ કેવી રીતે સુસંગત થશે ? તો આનું સમાધાન એ છે કે–સ્યાદ્વાદમાં અપેક્ષાભેદથી અવધારણા રૂપી અર્થ પણ અંતર્ભાવ પામેલો જ છે ! અને તેથી જ તો સ્યાદ્વાદનો આશ્રય લઈને રચાયેલ “સપ્તભંગી'માં ‘ત્િ ' | એવા ભંગમાં અવધારણાર્થનું પણ આશ્રમણ કર્યું છે. આમ વિજય લાવણ્યસૂરિએ બતાવ્યું છે કે સ્યાદ્વાદ અને સર્વ વાક્ય વધારન્ ! એવા ન્યાયની વચ્ચે કોઈ તાર્કિક દોષ નથી, વદતોવ્યાઘાત નથી. એટલે કે સ્યાદ્વાદ કહેવાથી શાસ્ત્રની પ્રયોગવિધિઓમાં અતિવ્યાપ્તિ થતી હતી, માટે તેને રોકવા સર્વ વાક્ય સાવધા૨મ્ | ન્યાય મૂકયો છે - એમ ના સમજવું. બલ્ક, શાસ્ત્રમાં સ્યાદ્વાદનું અર્થઘટન સર્વ વાગ્યે સાવધાનમ્ | એવું (જ) લેવાનું છે એમ જાણવું. આ સૂક્ષ્મક્ષિકા માટે મુનિ વિજય લાવણ્યસૂરિ અભિનંદનને પાત્ર છે.
હૈમવ્યાકરણ પરંપરામાં આ (ચા. સં. ૨-૧૮) ન્યાય વિશે જે વિચારણા થતી રહી છે તેની સમીક્ષા પણ કરવી જોઈએ ચાદર શબ્દમાંનો ચાર્ શબ્દ, કે જે મૂળભૂત રીતે સમી'નું, અર્થાત વિધિલિનું ક્રિયાપદ (ત્રી. પુ. એ. વ.) છે, તેનો અર્થ વિધિપરક (=વિધ્યર્થ રૂ૫) હોવા ઉપરાંત કામચાર (=સ્વેચ્છાચાર) રૂપ અર્થ પણ થઈ શકે છે - તે વાત સાચી છે. તથાપિ સર્વ વાગ્યે સાવધારાન્ એવા ન્યાયની કશી જરૂર જ નથી. જેમકે, આ હેમચંદ્રસૂરિએ પોતે જે બૃહદ્રવૃત્તિ લખી છે તેમાં દરેક સૂત્રની વૃત્તિમાં મવતિ-ભવત:- મવતિ | જેવાં વર્તમાનકાલિક ક્રિયાપદો વાપર્યા છે. તથા બીજી તરફ, લઘુવૃત્તિ(સ્વોપજ્ઞ)માં તેમણે દરેક સૂત્રોનો અર્થ આપતી વખતે, વૃત્તિમાં ચા-યાતામ-કા એવાં “સપ્તમી'નાં રૂપો વાપર્યા છે. આવા વૃત્તિભેદનું રહસ્યાત્મક પ્રયોજન જો હાથ લાગે તો સર્વ વર્ચેિ સાવધાનમ્ | એવા ન્યાયની જરૂર રહે જ નહીં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org