________________
હૈમ વ્યાકરણ પરંપરામાં સર્વ વાવયં સાવધારમ્ | ન્યાયની સમીક્ષા
વસન્તકુમાર મ. ભટ્ટ
આચાર્ય હેમચંદ્રસૂરિ(ઈ. સ. ૧૦૮૮થી ૧૧૭૨)એ પાણિનીય વ્યાકરણમાંથી પ્રેરણા મેળવીને, લૌકિક સંસ્કૃત ભાષાનું અને વિવિધ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ રજૂ કરતો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો શકવર્તી ગ્રંથ રચ્યો છે. આ વ્યાકરણગ્રંથ ઉપર તેમણે ત્રિવિધ સ્વોપજ્ઞવૃત્તિઓ લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ અને બૃહદ્યાસ (શબ્દમહાર્ણવન્યાસ) રચી છે. આ વૃત્તિઓની અંદર તેમણે કેટલાક ન્યાયો, કે જેમને “પરિભાષાવચનો' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો પ્રયોગ કર્યો છે. આ ન્યાયોને જુદા તારવીને એકાધિક વૃત્તિઓ રચવામાં આવી છે. બહદવૃત્તિને અંતે આપેલા પરિભાષાપાઠ (Eયાદી) ઉપર હેમહંસગણિ(૧૫મી સદી)એ તથા વિજયલાવણ્યસુરિ(૨૦મી સદી)એ સ્વતંત્ર ટીકાગ્રંથોની રચના કરી છે. આ જ પરંપરાને આગળ વધારતાં વર્તમાનમાં મુનિશ્રી નંદિઘોષવિજયજીએ ન્યાયસંગ્રહનાં હિંદી અનુવાદ અને વિવેચન પણ પ્રકાશિત કરેલાં છે. આ હેમચંદ્રસૂરિએ સિદ્ધિઃ ફિલ્ I (સિ. જે. શ. ૧-૧-૨) સૂત્રથી વ્યાકરણશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં પણ સ્યાદ્વાદને આરંભે મૂક્યો છે. હવે, પ્રસ્તુત લેખમાં, આના અનુસંધાનમાં જ હૈમ વ્યાકરણ પરંપરામાં કેવી વિવેચના હાથ ધરવામાં આવી છે તેની સમીક્ષા કરવાનું અભીષ્ટ છે.
સિ. હે, શ. ના આરંભે હેમચંદ્રસૂરિએ સિદ્ધિ: અદાવત્ / ૧-૧-૨ એવું જે સૂત્ર મૂક્યું છે તેનું વિવરણ બહદુવૃત્તિમાં આ પ્રમાણે જોવા મળે છે :- “સિદ્ધિ સ્યાદ્વાદને આધારે (થાય છે)” (૧-૧-૨). ‘' એવો અવ્યય અનેકાંતનો દ્યોતક છે. તેથી ‘સાદ્વાદ' એવો શબ્દ અનેકાંતવાદ(નો પર્યાય) બને છે. નિત્ય-અનિત્ય અનેક ધર્મોથી યુક્ત જ વસ્તુ હોય છે એવો અભ્યપગમ (=દષ્ટિકોણ) રાખવો જોઈએ. આવા
સ્યાદ્વાદને આધારે પ્રકૃત (લૌકિક સંસ્કૃત ભાષાના) શબ્દોની સિદ્ધિ થાય છે, નિષ્પત્તિ થાય છે અથવા ઓળખ થાય છે એમ જાણવું. (પદ-સિદ્ધિ દરમ્યાન) એક જ વર્ણને ક્યારેક હૃસ્વ તો ક્યારેક દીર્ઘ વગેરે વિધિઓ થાય છે, (કોઈ એક કારકને વિશે જ) અનેક કારકોનો સન્નિપાત થતો જોવા મળે છે, (વિપરીત ધર્મવાળા શબ્દોની વચ્ચે) સામાનાધિકરણ્ય જોવા મળે છે, તથા શબ્દો વચ્ચે વિશેષ્ય-વિશેષણ ભાવ વગેરે પણ જોવા મળે છે– તે બધું સાદ્વાદના સ્વીકાર વિના ઉપપન્ન થાય એવું નથી. આ શબ્દાનુશાસન તે બધા પંથોને (Nબધી જ વિદ્યાશાખાઓને) એકસરખું લાગુ પડનારું હોવાથી, જેમાં બધાં જ દર્શનનો સમૂહ ભેગો થયો છે તેવા
સ્યાદ્વાદનું આશ્રયણ કરવું તે (જ) રમણીય છે. ...અથવા આ (૧-૧-૨) સૂત્રમાંના વાહિત શબ્દને છૂટો વપરાયેલો ગણીએ તો, (અર્થાત્ વાવત્ સિદ્ધિઃ ચાતું ! એવો અન્વય ગોઠવીએ તો,) “વાદ” દ્વારા સિદ્ધિ, એટલે કે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થશે, અને તે દ્વારા નિઃશ્રેયની પ્રાપ્તિ થશે. આથી શબ્દાનુશાસનનો આરંભ કરવામાં આવે છે.
હેમચંદ્ર જૈનધર્માવલંબી હતા, માટે વ્યાકરણશાસ્ત્રને આરંભે આ સિદ્ધિ: યાદી ૧-૧-૨ સૂત્ર મૂકહ્યું છે તે તો હકીકત છે જ : પરંતુ સતત પરિવર્તનશીલ રહેતી અને અનેક પ્રકારની અનિયમિતતાઓથી ભરેલી ભાષાનું સ્વરૂપ સમજાવવા, જો કોઈ ઉત્કૃષ્ટ તાર્કિક સમાધાન આપી શકાય તેમ હોય તો તે સ્યાદ્વાદ જ છે એ પણ નિર્વિવાદ છે ! આધુનિક ભાષાવૈજ્ઞાનિકો ભાષામાત્રના અનેકવિધ વૈચિત્ર્યને સમજાવવા જે
Jain Education International
International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org