________________
૧૮૪
(અકબરપુર)
સામલીયા ઋષિની પોલ
વલીયા સાહાની પોલ
હુંબડવસહી
મજૂદપુર
કતપુરિ
૧
૧
૧
૧
૧
કુલ દેહરાં ૮૪
કુલ ભોંયરાં ૧૧
રસીલા કડીઆ, શીતલ શાહ
આદિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ
ભોંયરામાં
સીમંધર સ્વામી
Jain Education International
શાંતિનાથ
આદિનાથ
નામ નથી
વાસુપૂજ્ય સ્વામી બાવનજિનાલય
પ્રતિમા સંખ્યા
Nirgrantha
૫+૭ (?)
૬૩
৩০০
૧૮
» »
૩૧
૬૩૬
૨. પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭)
પદ્મવિજયની ખંભાત ચૈત્યપરિપાટી(સં. ૧૮૧૭)નો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ (ભા૰ ૬ પૃ. ૬૮) ૫૨ શ્રી જયંત કોઠારીએ કર્યો છે. કૃતિ અંગેની આથી વિશેષ કોઈ માહિતી તેમાં ઉપલબ્ધ થતી નથી. લીંબડીના ભંડા૨માં ક્રમાંક નં ૧૮૪૨ તથા ક્રમાંક નં ૨૧૫૭નો ઉલ્લેખ આ ચૈત્યપરિપાટીના સંદર્ભમાં થયેલો છે.
૧૦૭૨૨
મુનિ ભુવનચંદ્રે અનુસંધાન(અંક-૮, પૃ. ૬૨થી ૭૯)માં પણ પદ્મવિજયજીની આ હસ્તપ્રતનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીની એક નકલ ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, અમદાવાદ (ડા નં ૧૬૮, પ્ર નં ૮૭૪૧)માંથી ઉપલબ્ધ થઈ. પદ્મવિજયજીની આ સિવાય બીજી હસ્તપ્રત મળી નહિ હોવાથી એક જ હસ્તપ્રતને આધારે તેનું સંપાદન કરવામાં આવ્યું છે.
For Private Personal Use Only
જયંત કોઠારી સંપાદિત સંવર્ધિત આવૃત્તિ જૈ ચૂ કૈ (ભા ૬ પૃ′ ૪૭) પર પદ્મવિજયજીના જીવન અને તેમની રચનાઓ વિશે વિગતસભર નોંધ આપવામાં આવી છે. તેમાં તેમનો સમય સં. ૧૭૯૨-સં ૧૮૬૨ (ઈ. સ. ૧૭૨૬-૧૮૦૬) છે. આ નોંધને આધારે—
‘‘અમદાવાદની શામળાની પોળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં ભાર્યા ઝમકુથી સં ૧૭૯૨ના ભાદ્ર - ૨ને દિને પાનાચંદ નામનો પુત્ર થયો. છ વર્ષની વયે માતા મરણ પામી. સં ૧૮૦૫ના મહા શુદ પને દિને ઉત્તમવિજય પાસે રાજનગરમાં જ દીક્ષા લીધી, નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. તેઓની ગુરુપરંપરા સંવેગસંગી—સત્યવિજય-ખીમાવિજય-જિનવિજય-ઉત્તમવિજયની છે.
દીક્ષા લીધા બાદ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો ને સુરતમાં સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર શીખ્યા તથા કાવ્ય અલંકારાદિનો અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્ર શરૂ કર્યું. પછી તપગચ્છના વિજયધર્મસૂરિ ભટ્ટા૨કે રાધનપુરમાં સં. ૧૮૦૧માં પદ્મવિજયને પંડિતપદ આપ્યું. તેઓએ બુરહાનપુરમાં અને રાંદેરમાં સ્થાનકવાસી સાથે વાદ કર્યો હતો. વળી, તેમણે શત્રુંજય, પાટણ, રાજનગર, સુરતમાં બિંબ પ્રતિષ્ઠા કરી હતી અને વીરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા પણ કરી હતી. અનેક તીર્થોની અનેક વાર યાત્રા પણ
www.jainelibrary.org