________________
૨૨૬ કનુભાઈ વ. શેઠ
Nirgrantha કૃષ્ણની હૃદય-ઝંખના-વ્યાકુળતાને કવિએ શબ્દના સપ્રમાણ અને ઉચિત પ્રયોગ દ્વારા મધુરતાથી નિરૂપી છે.
એહવી નારિ મિલઈ પુન્ય જોગઈ, તુમ્હ પ્રસાદિ પામું વરભોગઇ, ૩૧ જો. એહ મનોરથ મેરઉ પૂરઉં, તુમ્હ તુઠઈ સુરત, અંકૂરઉં,
સુરતરુ પુરઈ મનની આસા, તો તુઠઈ પ્રભુ લીલ-વિલાસા ૩૨ જો.” રુક્મિણીની માંગણી અર્થે કૃષ્ણ મોકલેલ દૂત અને રુક્ષ્મી રાજાના સંવાદને કવિએ ચોટદાર શબ્દો વડે નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે. કૃષ્ણ જેવા “ગોપની પોતાની બહેન માટેની અયોગ્યતા અને “સબ ગુણ કલા'ના ભંડાર એવા સર્વથા યોગ્ય રાજા શિશુપાલની યોગ્યતા સ્પષ્ટ કરવા રુક્ષ્મી એક દષ્ટાંત અલંકાર પ્રયોજે છે, તેમાં કવિની કાવ્યશક્તિની સૂઝ જોવા મળે છે.
સોભઈ રત્ન સુચંગ સોવન માંહિ જયઉરી,
શોભઈ નહીં લગાર પાતલિ માંહિ પડયઉરી” ૩૭ પૂર્વે રુક્મિણીની ફોઈએ આપેલા સંકેતાનુસાર નાગમંદિરમાં રહેલા કૃષ્ણનાં ફોઈ સાથે પૂજા નિમિત્તે આવેલ રુક્મિણીના પ્રથમ પ્રત્યક્ષ રૂપદર્શન સમયના હૃદય-ઉદ્ગારો લક્ષપાત્ર છે.
ગિરિધર દેખી કમિણી, નવજોબન અભિરામ,
જઈસી નારદ મુઝ કહી, તિણિથી રૂપનઉ ઠાંણ.’ ૪૮ રંગી બે. રશ્મિણી અને કૃષ્ણના મિલન પ્રસંગે રુક્મિણી સમીપ પોતે કેવા વેગથી ધસી આવ્યા છે તે ભાવને પ્રગટ કરવા કૃષ્ણ એક ઉપમાં પ્રયોજે છે, જે એમના રુક્મિણી પ્રત્યેના હૃદયભાવને છતો કરે છે.
મધુકર સમરઈ માલતી, આવઈ વેગિ સુયંગ,
તિમ હું તુચ્છ ગુણ સ્મરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ.' ૫૦ રંગી લે. અને એ સંદર્ભમાં એને “વિના વિલંબે' રથમાં બેસી જવા જણાવે છે.
ભૂયાના આદેશથી રથમાં બેઠેલી રુક્મિણી લઈ જતાં કૃષ્ણ ભૂયાની સૂચના મુજબ પાંચજન્ય શંખ વગાડી તે અંગે સર્વને જાણ કરે છે. પરિણામે રુક્ષ્મી અને શિશુપાલ “સબબ કટક' લઈને એની પાછળ પડે છે. આ જોઈને ભય પામેલી રુક્મિણી કહે છે
‘તુલ્ડિ બિ જણા દીસ સામી, કેડઇ કટક જુ તેમ. ૫૭ મોહતી સામી તુમ્હ ભણી, દીસઈ અપાય મહંત,
આકુલ વ્યાકુલ તિણિ ભણી, હું હુઇ ગુણવંત.'૫૮ ભયથી આકુળ-વ્યાકુલ થયેલી રુક્મિણીનો ભય દૂર કરવા કૃષ્ણ કહે છે.
માધવ બોલઇ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ર,
સુરપણ હમકઉ દેખી, ધરિ આણંદ વિચિત્ર.” ૫૯ અહીં રવાનુકારી શબ્દો અને દ્વિરુક્તિ દ્વારા કવિએ કૃષ્ણના ભાવને સચોટ અભિવ્યક્તિ અર્પે છે. તે નોંધપાત્ર છે.
વળી એનામાં રહેલા ભયને દૂર કરવા અને પોતાની તાકાતનું નિદર્શન કરવા માટે કુષ્ણ એક બાણ વડે ઘણાં તાલવક્ષો છેદી નાંખે છે અને એક વીરને છાજે એવી વાણી ઉચ્ચારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org