________________
૧૪૦
પારુલ માંકડ
Nirgrantha
આમ સમગ્ર રાજપરિવાર અને તેને લગતા વિષયોનું વર્ણન પ્રસ્તુત કર્યા પછી અજિતસેન હવે દેશ, ગ્રામ વગેરેનું વર્ણન પ્રસ્તુત કરે છે. વર્ણનપ્રચુર મહાકાવ્યમાં દેશાદિ વર્ણન મહત્ત્વનું બની રહે છે. આને કારણે પ્રકૃતિનિરૂપણનો કવિને પૂરતો અવકાશ મળી રહે છે. એના પર જતાં પહેલાં એટલું નોંધીએ કે આચાર્ય અજિતસેને પૂર્વાચાર્યોના મહાકાવ્યનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને રાજા અને રાણીનું વર્ણન કવિએ કેવી રીતે કરવું એનો ઢાંચો નક્કી કરી આપ્યો છે. રાજા, મહાકાવ્યના નાયકરૂપે હોય તો, ધીરાદાત્ત જ હોય એટલે ઉદાત્ત નાયકના લગભગ સર્વ ગુણો અજિતસેને નિરૂપ્યા છે. એમની સામે રહેલાં રઘુવંશ આદિ મહાકાવ્યો અને જૈન મહાકાવ્યોમાંથી તેમણે પ્રેરણા લીધી હોય તે સ્વાભાવિક છે. એ જ રીતે ઉત્તમ નાયિકાના વર્ણનને અનુલક્ષીને જ પટ્ટરાણીને તેના ગુણોનું વર્ણન સમ્યફ રીતે થયું છે. તેના સૌંદર્યનિરૂપણમાં મનુષ્ય-નાયિકાઓ માટે જે નિયમ છે તે જ સ્વીકારીને રાણીના સૌંદર્યના નખ-શિખ વર્ણનનો નિર્દેશ તેમણે કર્યો છે. “કમારસંભવ' વગેરે મહાન કૃતિઓને આદર્શ તરીકે તેમણે સામે રાખી હોવાનો પૂરો સંભવ છે.
પુરોહિત, રાજકુમાર, મંત્રી અને સેનાપતિના ગુણોના નિર્દેશમાં રાજનીતિશાસ્ત્રના તેમના ઊંડા અભ્યાસનું પ્રમાણ મળે છે. છતાં થોડી સ્પષ્ટતા રહી ગઈ છે. જેમકે, પુરોહિત નિમિત્ત શાસ્ત્રોનો જાણકાર એટલે શુકન, જયોતિષ, સામુદ્રિક વગેરેનો સમાવેશ થઈ શકે, તે સાચું અને સ્પષ્ટ કહેનારો હોવો જોઈએ, જેથી રાજા આગત આપત્તિઓ વિશે સજ્જ થઈ શકે. મંત્રીના ગુણ-નિરૂપણમાં મહાભારત, કૌટિલ્ય (કૌટલ્યઅર્થશાસ્ત્ર) આદિ ગ્રંથોનો પ્રભાવ સ્વયંસ્પષ્ટ છે. મહત્ત્વની એવી આન્વીક્ષિકી વિદ્યાનો પણ નિર્દેશ કર્યો છે. પોતાના દેશહિત માટે ઉદ્યમી એટલે સ્વદેશી વસ્તુઓનો હિમાયતી એવો અર્થ પણ થઈ શકે. સેનાપતિના ગુણોનું નિરૂપણ પણ કૌટલ્ય-અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને આધારે થયું છે. આમ છતાં શાસ્ત્રભંડાર, અશ્વશાળા, ગજશાળા જાસૂસ, અન્ય રાજકીય વ્યક્તિઓ વગેરે નિર્દેશો કરવામાં આવ્યા નથી. જો કે કવિશિક્ષાની દૃષ્ટિએ આ વિગત તપાસીએ તો સ્પષ્ટ જણાય છે કે અજિતસેને જ આટલી ઝીણવટભરી ચર્ચા કરી છે. પ્રત્યેક વિષયને સ્પર્શતા વર્ણનીય વિષયોનો ભૂમા પ્રવણ દષ્ટિથી નિર્દેશ કર્યો છે. (૭) દેશ
અજિતસેન ૧/૩૭ અલ. ચિંતામાં દેશના વર્ણનમાં કઈ વિગતો આવશ્યક છે તે દર્શાવતાં નોંધે છેપદ્મરાગ વગેરે મણિઓનું, નદી, સુવર્ણ, ધાન્ય, અન્નભંડાર, વિશાળ જમીન, ગામડું, ગઢ, લોકો, નદીઓ નહેરોનું નિરૂપણ હોવું જોઈએ. (૮) ગ્રામ
ગામમાં અન્ન, સરોવર, લતા, વૃક્ષ, ગાય, બળદ વગેરે પશુઓ અથવા તેમની ચેષ્ટાઓ, ગ્રામીણોની સરળતા, ઘટીયંત્ર, ક્યારાઓ વગેરેની શોભાનું વર્ણન હોવું જોઈએ (અલ. ચિંતા. ૧/૩૮). (૯) નગર
મહાકાવ્યમાં નગરવર્ણનો અનિવાર્ય છે. ૧/૩૯માં તેની વિશેષતા દર્શાવતાં કહ્યું છે : નગરમાં કોટો, તેની ચાર દીવાલો, તેનો ગુંબજ, દુર્ગ, પ્રાચીર, અટ્ટાલિકાઓ, ખાઈ, તોરણ (=દરવાજાની કમાનો), ધ્વજ, હવેલીઓ, રાજમાર્ગો, વાવ, બગીચા, અને જિનાલયો હોવાં જોઈએ. (૧૦) સરોવર
૧/૪૦માં અજિતસેન નોંધે છે કે સરોવરમાં કમળ, તરંગ, જલપોત (નાનું વહાણ), લહેરો, હાથીની ક્રીડા, હંસ, ચક્રવાક, ભ્રમર આદિ તથા નીર અને ઉદ્યાનલતાઓનું નિરૂપણ કરવું.
તેની ચાર દીવાલો તેનો ગુંબજ, ફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org