________________
नयविंशिका-२
धिकृतांशस्यापि ग्रहणसम्भवात्, तदप्रतिक्षेपित्वस्य दुर्नयेऽपि सत्त्वात्, न हि दुर्नयोऽपि स्वाभिप्रेतमंशं प्रतिक्षिपतीति । तदुपादाने तु 'तदितरांश'इत्यनेन प्रकृतांशभिन्नविरुद्धांशस्यैव ग्रहणसम्भवेनातिव्याप्त्यभावात्, दुर्नये तदप्रतिक्षेपित्वस्याऽसत्त्वात्, न हि कश्चिदपि दुर्नयः स्वानभिप्रेतमंशं न प्रतिक्षिपतीति ।
तदितरांशाप्रतिक्षेपीत्यस्यानुपादानेऽपि तत्रैवातिव्याप्तिः, प्रकृतांशग्राहित्वस्य दुर्नयेऽपि सत्त्वात्, सर्वोऽपि नयः स्वाभिप्रेतमंशं तु गृह्णात्येवेति । सप्तभङ्गात्मकशब्दप्रमाणप्रदीर्घसन्तताध्यवसायैकदेशेऽतिव्याप्तिवारणायाध्यवसायपदम्, तस्याध्यवसायैकदेशत्वेनाध्यवसायत्वाभावान्नातिव्याप्तिः । रूपादिग्राहिणि रसाद्यप्रतिक्षेपिण्यपायादिप्रत्यक्षप्रमाणेऽतिव्याप्तिवारणाय 'विशेष'इति पदम्, तस्याध्यवसायत्वेऽपि न विवक्षितमध्यवसायविशेषत्वमतो नातिव्याप्तिः ।
અને દુર્નય પણ પોતે જે અંશનું ગ્રહણ કરનાર હોય તે અધિકૃતઅંશનો તો અપ્રતિક્ષેપી હોય જ છે. એટલે હવે મળનાર “અધિકતઅંશનો ગ્રાહક અને એ જ અંશનો અપ્રતિક્ષેપી એવો અધ્યવસાય એ નય' એવું લક્ષણ દુર્નયામાં પણ જશે જ, અને તેથી અતિવ્યાપ્તિદોષ આવશે જ. પણ આ વિશેષણ જો લગાડવામાં આવે તો પછી તમે પ્રકૃતાંશ જ લેવાવાથી તચિતરાંશ તરીકે પ્રકૃતઅંશથી ભિન્ન એવો પ્રકૃતઅંશનો વિરુદ્ધ અંશ જ પકડાશે... દુર્નય તો એનો પ્રતિક્ષેપી હોય છે, અપ્રતિક્ષેપી નહીં. માટે અતિવ્યાપ્તિ થશે નહીં.
તચિતરાંશઅપ્રતિક્ષેપી - આવું વિશેષણ ન લેવામાં પણ દુર્નયમાં જ અતિવ્યાપ્તિ થાય છે. કારણ કે હવે “પ્રકૃતાંશગ્રાહી અધ્યવસાયવિશેષ એ નય’ એટલું જ લક્ષણ બાકી રહેશે. દુર્નય પણ સ્વાભિપ્રેત અંશનો તો ગ્રાહક હોય છે જ. આ વિશેષણ લગાડવાથી દુર્નયમાં અતિવ્યાપ્તિ નહીં થાય, કારણ કે દુર્નય તો તચિતરાંશનો પ્રતિક્ષેપી હોય છે.
અધ્યવસાય-સપ્તભંગાત્મક શબ્દપ્રમાણનો જે પ્રદીર્ધ સતત અધ્યવસાય, તેના એકદેશભૂત એક એક ભંગમાં થતી અતિવ્યાપ્તિના વારણ માટે નયના લક્ષણમાં અધ્યવસાય'પદ છે. આ પદ લક્ષણમાં રાખવાથી અતિવ્યાપ્તિનું વારણ એટલા માટે થાય છે કે એક-એક ભંગ એ અધ્યવસાયએકદેશરૂપ છે, પણ “અધ્યવસાયરૂપ નથી.
વિશેષપદ - રૂપાદિનો ગ્રાહક અને રસાદિનો અપ્રતિક્ષેપી એવો જે અપાયાદિરૂપ પ્રત્યક્ષપ્રમાણાત્મક અધ્યવસાય, તેમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષ પદ છે. આ અપાય’ અધ્યવસાય છે, પણ નય તરીકે અભિપ્રેત જે ચોક્કસ અધ્યવસાય છે, તદ્રુપ એ નથી, માટે અતિવ્યાપ્તિ રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org