________________
(૩૬)
જે ફાગણ મહિનામાં શુક્ર અસ્ત થાય તે છ મહિના સુધી પ્રાણીઓને ભય આપનારે દુ:ખગર્ભિત દુકાળ પડે એમ આ જિનેશ્વર પ્રભુએ કહેલું છે. ૧ फाल्गने सप्तमी चैव अष्टमी नवमी तथा एकादशी च शुक्ला स्यात् कृतिका रुक्षसंयुता २ भाद्रपदे त्वमावास्या द्रोणमेघ प्रवर्षति ज्योतिश्चक्र इति मोक्तं श्री हरिभद्र सूरिणा. ३
ફાગણ મહિનાની શુકલ પક્ષની સાતમ, આઠમ, નેમ અને અગીયારશ જે કૃતિકા નક્ષત્રવાળી હોય તે ભાદરવા માસની અમાસે એક દ્રોણપ્રમાણ મેઘ વરસે, એમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પિતાના જ્યોતિશ્ચક નામના ગ્રંથમાં કહ્યું છે. ૨, ૩
फाल्गुने शुक्ल सप्तम्यां पूर्णमास्यां तथैव च निर्वाता गगने मेघा ज्येष्ठे हि वृष्टिदा मताः ४
ફાગણ શુદિ સાતમે તથા પુનમે આકાશમાં વાયુવિનાનાં વાદળાં થાય તે તે જેઠ મહિનામાં જરૂર વરસાદ લાવે. ૪.
फाल्गुनस्य शुक्लाष्टम्यां यदा विद्युद्धि नैऋते तदाषाढ शुक्ले पक्षे नैव वर्षा भवेद् ध्रुवम् ५
ફાગણ માસની શુકલ અષ્ટમીએ નૈઋત ખુણામાં વિજળી ચાય તે અષાઢ મહિનાના શુકલ પક્ષમાં ખરેખર બિલકુલ વરસાદ ન થાય ૫
Aho ! Shrutgyanam