________________
(૫૫)
અષાઢ માસ. आषाढ मासे प्रथमे च पक्षे निरभ्रमातंड मुमंडले च न चेव संगर्जति नैव वृष्टि सिद्धयं वर्षति नैव मेघः १
આષાઢ માસના શુકલપક્ષમાં સૂર્ય મંડળ વાદળ વગરનું હાય અને ગર્જના કે વૃષ્ટિ ન થાય તે બે મહિના સુધી વરસાદ ન જ થાય. ૧
आषाढ शुक्ल पंचम्यां मेघा वा विद्युतोऽपि वा तदा सुवष्टि विज्ञेया धान्य तणप्रदा भुवि ३
આષાઢ માસના શુકલપક્ષની પાંચમને દિવસે જે વાદળt અથવા વિજળી થાય તે પૃથ્વી ઉપર ધાન્ય અને ઘાસ ઉપજાવનારી વૃષ્ટિ થશે એમ જાણવું. ૨
आषाढ शुक्ल पंचम्यां पश्चिमः किंतु मारुतः गर्जति वर्षते चापि शुक्रचापं च द्रश्यते ३ संग्रहेत्सर्व धान्यानि कार्तिके हि महर्घता बहुलाभं करोति च नान्यथा मुनिभाषितम् ४
આષાઢ માસની શુક્લપક્ષની પાંચમે ગર્જના થાય, મેધ વરસે, ઈદ્ર ધનુષ્ય દેખાય છતાંય પશ્ચિમ દિશાને વાયુ હોય તે સર્વ ધાન્યને સંગ્રહ કરે, કારણ કે કારતક મહિનામાં ઘણી મોંઘારત થવાની અને ઘણું સારો લાભ મળવાને. એ પ્રકારનું મુનિએનું કથન અન્યથા નથી થતું. ૩, ૪
Aho ! Shrutgyanam