________________
(૬૭) ભાદરવા માસના શુકલપક્ષની સાતમે જે સોમવાર હાય અને સૂર્યાસ્ત વખતે આકાશ વાદળથી છવાયેલું ન હોય તે હંમેશા પંડિતાએ એટલું સમજી રાખવું કે તે માસમાં વૃષ્ટિના વાખા પડવાના, અને પ્રજામાં વિવિધ પ્રકારને રેગચાળે ફાટી નીકળવાને. ૯ ૧૦
भाद्रपदे तथाष्टम्यां प्रभाते यदि दृश्यते इंद्रचापः प्रतीच्यां हि तदा वृष्टि निशि ध्रुवम् ११
ભાદરવા મહિનામાં શુકલ પક્ષની આઠમે પ્રભાતે પશ્ચિમ દિશામાં ઇંદ્રધનુષ દેખાય તે રાત્રિએ ચક્કસ વરસાદ થાય. ૧૧
नवम्यां भाद्रमासस्य रविवारो यदा भवेत् वायव्ये च महावायु स्तदा वृष्टेरसंभवः
ભાદરવા મહિનાના શુકલ પક્ષની નવમ જે રવિવારી હે અને વાયવ્ય દિશામાં ભારે પવન ફૂંકાય તે વૃષ્ટિને સંભાર ન રખાય. ૧૨
दशमी भाद्रमासस्य दुर्दिना यदि जायते गर्जनं च प्रभाते हि भूरिधान्यं तदा मतम् १३
ભાદરવા મહિનાની શુકલપક્ષની દશમ જે વાદળાંવાળી હેય અને પ્રાત:કાળમાં ગર્જના થઈ હોય તે ઘણું ધાન્ય થાય એમ માનવામાં આવે છે. ૧૩ भाद्रस्यैकादशी जाता यदा वातैः समन्विता भोमवारयुता चापि शुक्लपक्ष्या जलपदा . १४
Aho ! Shrutgyanam