________________
(૭૪)
તે સાંઝેજ વષા થાય. અને હું વરવર્ણિનિ! જે વાયવ્ય બુણમાં વાદળાં થાય તે રાત્રીના પહેલા પહેરમાંજ પવન સાથે વરસાદ થાય એમ જાણવું. મેઘના આકાર તથા મીઠ દિશાઓ વિષે એ પ્રમાણે સમજી લેવું. ૮-૧૦
वायुधारिणं मेघं च श्रृणु तत्त्वेन सुंदरि वायु लक्षणं विज्ञेयं पूर्वादौ यत् फलं भवेत् ११ सुभिक्षं पूर्ववातेन जायते नात्र संशयः दक्षिणे क्षेम मारोग्यं नैऋत्यां दुःखदो भवेत् १२
હે સુંદરિ! નિશ્ચયથી પવનને ધારણ કરવાવાળા મેઘ વિષે હું હવે તમને કહું છું તે સાંભળે. વાયુનાં લક્ષણ પણ જાણવા જેવાં છે, અને તેનાં પૂર્વ આદિ દિશામાં કેવાં ફળ ફળે છે તે પણ હું તમને કહીશ, જે પૂર્વ દિશામાં પવન ફુકાય તે વરસ સારૂં પાકે એમાં શંકા ન રાખવી દક્ષિણ દિશામાં વાયુ વહે તો આરોગ્ય તથા કુશળતાનાં ચિન્હ સમજવાં અને મૈત્રય ખુણામાં વાયુ વહે તે દુઃખકારક થાય. ૧૧-૧૨
वारुण्यां दिव्य धान्यानि वायव्यां वायः खे भवेत । उत्तरे शुभदा देवि अशान्यां सर्व संपदः १३
વારૂણી દિશામાં પવન વહે તે ઘણું સરસ ધાન્ય પાકે અને વાયવ્ય ખુણામાં વહે તો તે કેવળ આકાશમાં જ રહેવાને. વળી હે દેવિ ! ઉત્તર તરફને પવન સારૂં ફળ આપે, અને ઈશાન ખુણને વાયુ સંપૂર્ણ સંપદાન આપનારે હેય. ૧૩
Aho ! Shrutgyanam