________________
(૮૪) વર્તમાન જૈન સાહિત્યના
અપૂર્વ ગ્રંથો. શ્રી મહાવીરજીવન વિસ્તાર સચિત્ર. (મનુષ્યમાત્રના આત્માનો ઉદ્ધાર કરનાર મહાન આદર્શ ગ્રંથ)
આજથી આ ભારતભૂમિમાં ૨૫૦૦ વર્ષ ઉપર થઈ ગયેલા જૈન” ધર્મના મહાનમાં મહાન પ્રર્વતક શ્રી મહાવીરદેવ. આ જૈન મહાવીર દેવનું કહો કે જગતના પેગમ્બરેમાંના એક મહાનમાં મહાત્ “ પેગમ્બર” નું જીવન ચરિત્ર જાણવા માટે દુનીઆમાં મનુષ્ય આતુર હોય તેમાં નવાઈ નથી. પણ દિલગીરી સાથે જણાવવું પડે છે કે તેમના ભક્તોએ કે એતિહાસીક શેધખોળ કરનારાઓએ તેમનું જીવનવૃતાંત મેળવવા માટે પ્રયત્ન કર્યો નથી અને તેના અભાવે આજે આ મહાન પુરૂષના આદર્શને લાભ જગતનાં મનુષ્ય લઈ શક્યા નથી. પણ વર્તમાનમાં આ મહાન પુરૂષનું જીવનચરિત્ર જાણીતા લેખકરારા. સુશીલે તૈયાર કરી તેનું નામ શ્રી મહાવીર જીવન વિસ્તાર આપી, જાણીતા બુસેલર મેસર્સ મેઘજી હીરજીની મારફતે પ્રગટ કરાવેલ છે. આ ગ્રંથ માટે મહાત્મા ગાંધીજી અને જાહેર પત્રએ સારા અભિપ્રાય આપેલ છે.
મૂલ્ય રૂા. ૨૦-૦
Aho ! Shrutgyanam