Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કેમકે તે હવે વિદ્યાર્થી મટીને માત્ર પરીક્ષાર્થી બની ગયો છે. એથીય આગળ વધીને કહેવા દો કે ના, હવે તે પરીક્ષાર્થી પણ નથી રહ્યો. હવે તો તે માત્ર ડિગ્રીઅથ બની ગયો છે. એને ભણવું નથી. વિદ્યા જોઈતી નથી. માત્ર પરીક્ષા જોઈએ છે અને જો વગર પરીક્ષાએ ડિગ્રી મળતી હોય તો એને બીજું કશું જોઈતું નથી. કારણ કે સાવ ભોટ રહેવાનો એનો સંકલ્પ છે. માબાપ ભલે એને ગ્રેજ્યુએટ બનાવવા માગતા હોય પણ એને તો માત્ર ‘ભોટ’ બનવું છે. એથી આખીને આખી પેઢી સાવ ભોટ, બુદ્ધ અને બીનકાર્યક્ષમ રહી જવાની છે. આજે રાજ્યસભામાં કે લોકસભામાં માત્ર જીભાજોડી કે કપડાંની ખેંચતાણ કે ઝપાઝપી જોવા મળે છે પણ આ ભોટ પેઢી જ્યારે સંસદસભ્ય બનશે તે દિવસે દેશની શી વલે થશે? આજનાં માબાપ એમનાં સંતાનોને કોન્વેન્ટને પથે ચઢાવી રહ્યાં છે. અંગ્રેજીનું આકર્ષણ વધવા માંડયું છે. ગુજરાતી સ્કૂલો તૂટવા માંડી છે. . ગુજરાતી માધ્યમવાળા પણ અંગ્રેજી બોલ્યા વિના રહી શકતા નથી અને અંગ્રેજીની જેમ રામને બદલે રામા, યોગને બદલે યોગા અને ભારતને બદલે ભારતા બોલવા માંડ્યા છે. અંગ્રેજીમાં નિષ્ણાત બની શકતા નથી એ તો સમજ્યા, પણ માતૃભાષા ગુજરાતીમાં પણ ઘણા હજુ પણ 'ઢ' છે 'ઢ.” શાળાએ જતા વિદ્યાથીને જોઉં ત્યારે ઘડીભર મજૂર યાદ આવી જાય. એટલા ચોપડા અને નોટબૂકો ઉપાડીને એ જતો હોય કે આપણને દયા આવી જાય. કદાચ પાંચેક વર્ષ પછી એવી સ્થિતિ આવશે કે પુસ્તકોનો થેલો ઉપાડવા એક મજૂર સાથે રાખવો પડશે. જૂની કહેવત હતી કે “ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે” ગરથ એટલે ધન ખિસ્સામાં હોય એ કામ લાગે, એમ વિઘા કંઠસ્થ હોય તે કામ લાગે. પૂર્વે ભણેલું મુખપાઠ કરવામાં આવતું એટલે નોટો ભરવાની જરૂર ન હતી. આજે સ્લેટ જતી રહી અને બ્રેઈનની સ્લેટ સાવ કોરી પડી ગઈ. ગુજરાતીનાં ઠેકાણાં નથી અને અંગ્રેજીનો મોહ છોડી શકાતો નથી. હમણાં ગુજરાતીની ભેળસેળવાળી અંગ્રેજી રામાયણનો ટૂચકો વાંચવામાં આવ્યો. સાંભળવા જેવો છે; અંગ્રેજી માધ્યમના છોકરાએ ‘રામાનો બર્થ ડે' ઊજવ્યો. ટીચરે રામાના ‘બર્થ ડે ની કથા કહી, “રામાં કદી કે.જી.માં ભણ્યા નથી. રામ-લક્ષ્મણા જોઈન્ટ ફેમિલીમાં રહેતા. રામાને આર્મરીનો શોખ હતો. તેને કારણે ધનુષ્ય ઊંચકીને ચેમ્પિયન બન્યા તેથી