Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૩૮
ક્ષેત્રક-સગ ૨૩
કથાત્ર વારિ વૈચાનિ. શાશ્વતાથ તેવુ વાર | अर्हतां प्रतिमा बन्दे, ताः संख्याय श्रुतोदिताः ॥ २५८ ॥ शतास्त्रयोदशैकोनपश्चाशा ये पुरोदिताः । गिरिणां तेषु ये पञ्च, मेरवः प्राग्निरूपिताः ॥ २५९ ॥ मेरौ मेरौ काननेषु, चतुषु दिकचतुष्टये । चैत्यमेकैकमेकं च, मृभि सप्तदशेति च ।। २६० ॥ प्रतिमा प्रतिचैत्यं च. विशं शतमिहोदिताः । त्रिद्वारेषु हि चैत्येषु, भवन्तीयत्य एव ताः ॥ २६१ ॥ प्रतिद्वारं शाश्वतेषु, यच्चत्येष्वखिलेष्वपि । स्युः षट् षट् स्थानानि तथा, ह्येकः स्यान्मुखमण्डपः ॥ २६२ ॥ ततो रङ्गमण्डपः स्यात्पीठं मणिमयं ततः । स्तूपस्तदुपरि चतुःप्रतिमालकृतोऽभितः ॥ २६३ ॥ ततोऽशोकतरोः पीठं, पीठं केतोस्ततः परम् । ततोऽप्यग्रे भवेद्वापी. स्वर्वापीवामलोदका ॥ २६४ ॥
શાશ્વત પ્રતિમા હવે આ અઢી દ્વીપમાં જે શાશ્વતચૈત્યો-જિનાલયે છે અને તેમાં જે શાસ્ત્રમાં કહેલ શાશ્વતી જિનપ્રતિમાઓ છે, તેની સંખ્યા ગણતરીપૂર્વક હું વંદન કરું છું ૨૫૮.
પર્વે જે તેરસ ને ઓગણપચાસ પર્વતે જણાવ્યા, તેમાના પાંચ (૫) મેરૂ પર્વતોનું જે વર્ણન કરેલું છે, તે દરેક મેરૂ પર્વતના જે ચાર–ચાર–વન-ઉદ્યાને છે તે દરેક વનોની ચારેય દિશામાં એક–એક અને શિખર ઉપર એક જિનાલય છે. એટલે એક મેરૂ પર્વત ઉપર સત્તર-(૧૭) જિનાલય છે. (૪૪૪=૧૬+૧=૧૭) અને પાંચેય મેરૂ પર્વતના ભેગા કરતાં પંચ્યાસી (૧૭૪૫=૮૫) ચિત્ય હોય છે. ૨૫૯-૨૬૦.
અહીં (પંચ્યાસી જિનાલયોમાનાં) પ્રત્યેક ચિત્ય-જિનાલયમાં એકસોને વીસ (૧૨) જિનપ્રતિમાઓ છે. કેમકે-ત્રણ દ્વારાવાળા ચિમાં એકસોને વીસ (૨૦) જ જિનપ્રતિમાઓ હોય છે. ૨૬૧.
સઘળાયે શાશ્વત ચિત્યમાં દરેક દ્વારે છ-છ સ્થાને હોય છે. તેમાં ૧. મુખમંડપ, ત્યાર પછી ૨. રંગમંડપ, ત્યાર પછી ૩. મણિમયપીઠિકા, તેની ઉપર (ચારે બાજુએ એકેક પ્રતિમા એવી રીતે) ચા૨ પ્રતિમાઓથી અલંકૃત સ્તૂપ, ત્યાર પછી '૪. અશોકવૃક્ષની પીઠિકા, ત્યાર પછી પ. વજની પીઠિકા અને તેની પણ આગળ ૬. સ્વર્ગની વાવડીઓની જેમ નિર્મલ જલ યુક્ત વાવડીએ આ રીતે ત્રણ દ્વારાની બાર પ્રતિમાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org