Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૩૭૮
ક્ષેત્રલોક-સગ ૨૬ सति मिथ्यादृशामेवं, सर्वथा निष्फलां क्रियाम् । असत्फलां वा मन्वानास्तन्वते बालचेष्टितम् ॥ ८९१ ॥ ततश्चेशाननाथोऽयं, प्राग्वज्जिनार्चनादिकम् । कृत्वा सुधर्मासदसि, सिंहासनमशिश्रियत् ॥ ८९२ ॥ त्रायस्त्रिंशास्त्वस्य चम्पावास्तव्याः सुहृदः प्रियाः । त्रयस्त्रिंशन्मिथो यावज्जीवमुग्रार्हतक्रियाः ॥ ८९३ ॥ आराध्यानेकवर्षाणि, धर्ममन्ते प्रपद्य च ।। द्वौ मासौं प्रायमीशाने, त्रायस्त्रिंशकतां दधुः ॥ ८९४ ॥ सहस्राणि भवनत्यस्याशीतिः सामानिकाः सुराः । दिशां चतुष्के प्रत्येकं, तावन्त आत्मरक्षकाः ॥ ८९५ ॥ दश देवसहस्राणि, स्युरभ्यन्तरपर्षदि । शतानि नव देवीनामिहोक्तानि जिनेश्वरैः ॥ ८९६ ॥ मध्यमायां सहस्राणि, स्युर्द्वादश सुधाभुजाम् ।
उदितानि शतान्यष्टौ, देवीनामिह पर्षदि ॥ ८९७ ॥ આ પ્રમાણે હેવાથી મિથ્યાષ્ટિની ક્રિયાને જે સર્વથા (એકાંતે) નિષ્ફળ અથવા થોડા ફલવાળી માને છે, તે બાલચેષ્ટા કરી રહ્યા છે. ૮૯૧.
ત્યારબાદ ઈશાનેન્દ્ર પૂર્વની જેમ જિનેશ્વરની પૂજા વિગેરે કરીને સુધર્માસભામાં સિંહાસન ઉપર બેસે છે. ૮૯૨.
આ ઈદ્ર મહારાજાનાં (તેત્રીસ) ત્રાયસિંશ દેવતાઓ (તેત્રીશેય) ચંપાનગરીના રહેવાસી પ્રિય મિત્ર હતા, અને યાવત્ જીવ સુધી ઉગ્ર રીતે અરિહંત પરમાત્માના શાસનની આરાધનાની ક્રિયામાં તત્પર હતા. અનેક વર્ષો સુધી ધર્મની આરાધના કરીને અંતે (અહિં પ્રાયઃ શબ્દનો અર્થ જ અનશન થાય છે.) બે મહિનાનું અનશન કરીને ઈશાન દેવલોકમાં ત્રાયશ્ચિંશક દેવ તરીકે ઉત્પન્ન થયેલા છે. ૮૯૩-૮૯૪.
ઈશાનેન્દ્રના એંશી હજાર (૮૦,૦૦૦) સામાનિક દેવતાઓ છે અને તેટલા જ (એંશી હજાર) દરેક દિશામાં આત્મરક્ષક દેવ છે. ૮૫.
આ ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદામાં દશ હજાર (૧૦,૦૦૦) દેવતાઓ છે અને નવસે (૯૦૦) દેવી શ્રી જિનેશ્વરએ કહેલી છે. ૮૯૬.
મધ્યમ પર્ષદામાં બાર હજાર (૧૨,૦૦૦) દેવતાઓ છે, અને આઠસો (૮૦૦) દેવીઓ હોય છે. ૮૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org