Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૪૧૮
ક્ષેત્રલોક-સર્ગ ર૭ पौरस्त्याभ्यन्तरा तत्र, कृष्णराजी स्पृशत्यसौ । निजान्तेन कृष्णराजी, दाक्षिणात्यां बहिःस्थिताम् ॥ २०३ ॥ दक्षिणाभ्यन्तरा चैवं, बाह्यां पश्चिमदिग्गताम् । एवं बाह्यामौत्तराहां, पश्रिमाभ्यन्तरा स्पृशेत् ॥ २०४ ॥ उदीच्याभ्यन्तरा बाह्यां, प्राचीनिष्ठां स्पृशत्यतः । अष्टापि कृष्णराज्यः स्युरक्षपाटकसंस्थिताः ॥ २०५ ॥ स्यादासनविशेषोया, प्रेक्षास्थाने निषेदुषाम् । स चाक्षपाटकस्तद्वदासां संस्थानमीरितम् ॥ २०६ ॥ एता विष्कम्भतोऽष्टापि, संख्येययोजनात्मिकाः । परिक्षेपायामतश्चासंख्येययोजनात्मिकाः ॥ २०७ ॥ तमस्कायमानयोग्यः सुरो यः प्राग् निरूपितः । स एव च तया गत्या, मासाद्धेन व्यतिव्रजेत् ॥ २०८ ॥ कांचिदत्र कृष्णराजी, काश्चिन्नैव व्यतिव्रजेत् । महत्त्वमासामित्येवं, वर्णयन्ति बहुश्रुताः ॥ २०९ ॥ तमस्कायवदत्रापि, गृहग्रामाद्यसंभवः ।
नाप्यत्र चन्द्रसूर्याद्या, न तेषां किरणा अपि ॥ २१० ॥ પૂર્વ દિશાની અંદરની કૃષ્ણરાજી પોતાના છેડાથી દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૨૦૩.
એ રીતે દક્ષિણની અંદરની કૃષ્ણરાજ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજને સ્પર્શે છે, એ પ્રમાણે પશ્ચિમ દિશાની અત્યંતર કૃષ્ણરાજી ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૨૦૪.
અને ઉત્તરદિશામાં રહેલી અંદરની કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાધા કૃષ્ણરાજીને સ્પર્શ છે. આ આઠેય કૃષ્ણરાજીઓ અખાડાના આકારવાળી છે. ૨૦૫.
સભાસ્થાનમાં બેસનારાના જે આસન વિશેષ હોય છે, તે અક્ષપાટક કહેવાય છે તેની જેમ આ કૃષ્ણરાજીઓની આકૃતિ હોય છે. ૨૦૬.
આ આઠેય કૃષ્ણરાજીઓનો વિષ્કભ સંખ્યાત યોજન પ્રમાણ છે. જ્યારે આયામ અને પરિક્ષેપ અસંખ્ય યજન પ્રમાણ છે. ૨૦૭.
તમસ્કાયના પ્રમાણને માપવા માટે જે દેવની ગતિ કહી, તે ગતિથી જનારો કઈ દેવ ૧૫ દિવસમાં આ કૃષ્ણરાજીઓમાંથી કેઈક “રાજી” ને ઓળંગી શકે જ્યારે કોઈને ઓળંગી શકતું નથી. આ પ્રમાણે–આ કૃષ્ણરાજીનું મહત્ત્વ બહુશ્રુતે વર્ણવે છે. ૨૦૮-૨૦૯.
તમસ્કાયની જેમ આ કૃષ્ણરાજીઓમાં પણ ઘર-ગ્રામ આદિ નથી. સૂર્ય-ચન્દ્ર કે તેના કિરણે પણ નથી. ૨૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org