Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
આનત-પ્રાણત દેવનાં વિયભેગ
૪૫૧ देव्योऽपि ताः कृतस्फारश्रुङ्गारा मदनोद्धराः । विदेशस्थाः स्त्रिय इव, कान्तमभ्येतुमक्षमाः ॥ ४२८ ॥ स्वस्थानस्था एव चेतांस्युच्चावचानि विभ्रति । देवा अपि तथावस्थास्ताः संकल्प्य स्वचेतसा ॥ ४२९ ॥ उच्चावचानि चेतांसि, कुर्वन्तो दूरतोऽपि हि । सुरतादिव तृप्यन्ति, मन्दपुंवेदवेदनाः ॥ ४३० ॥ देव्योऽपि तास्तथा दूरादपि दिव्यानुभावतः । सर्वाङ्गेषु परिणतैस्तुष्यन्ति शुक्रपुद्गलः ॥ ४३१ ॥ यत ऊर्ध्वं सहस्रारान्न देवीनां गतागते । तत्रस्था एव तेनैते, भजन्ते भोगवैभवम् ॥ ४३२ ॥ यश्च तासां सान्तराणामसंख्यैरपि योजनः ।
शुक्रसंचारोऽनुभावात् , स ह्यचिन्त्यः सुधाभुजाम् ॥ ४३३ ॥ तथा च मूलसंग्रहणीटीकायां हरिभद्रसूरिः-" देव्यः खल्वपरिगृहीताः सहस्रारं यावद्गच्छन्ति", तथा च भगवानार्यश्यामोऽपि प्रज्ञापनायामाह-" तत्थ णं जे ते
ત્યારે તે દેવીએ પણ સુંદર ભભકાદાર શૃંગાર સજીને, કામવિધુર બનેલી, દૂર દેશમાં રહેલી, પતિ પાસે જવા માટે અસમર્થ એવી પત્ની જેવી, પિતાના સ્થાનમાં જ રહીને ચિત્તને ઉંચ-નીચું કરે છે. (અર્થાત્ કામથી આકુળ-વ્યાકુળ કરે છે). ત્યારે દેવ પણ તે જ અવસ્થામાં રહેલા ચિત્તથી તે દેવીઓનો સંકલ્પ કરીને ચિત્તને ઊંચા-નીચા કરતા દૂર રહ્યા છતાં પણ મંદપુરુષવેદની વેદનાવાળા, ભેગની જેમ જ તેઓ શાન્ત થાય છે-તૃપ્ત થાય છે. ૪૨૮-૪૩૦.
તે દેવીઓ પણ દૂરથી જ દિવ્ય પ્રભાવથી સર્વ અંગમાં પરિણત થયેલા એવા શુક્ર પુકૂલેથી તૃપ્ત થાય છે. ૪૩૧.
કારણકે – સહસ્ત્રાર દેવલોકથી ઉપર દેવીઓનું ગમનાગમન નથી. તેથી ત્યાં રહેલા જ તેઓ ભેગના વૈભવને (આ પ્રમાણે) અનુભવે છે. ૪૩૨.
અસંખ્ય યોજનો દૂર રહેલી તે દેવીઓને દેવે દ્વારા આ પ્રમાણેનો શુક્ર સંચાર તે દેવોના પ્રભાવથી છે અને દેવેને પ્રભાવ અચિંત્ય હોય છે. ૪૩૩.
મૂલ સંગ્રહણીની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “ અપરિગૃહિતા દેવીઓ સહસ્ત્રાર દેવલોક સુધી જઈ શકે છે.” તથા આચાર્ય ભગવાન શ્રી આર્યશ્યામ સૂરિજી પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહે છે કે “તેમાં જે મનપરિચારક દેવો હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org