Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ચંદ્ર સૂયની સંખ્યા
૧૫૫
ભૂમિશ્રિત ધુવન્તઃ શશિમા ! अनन्तरानन्तरे स्युर्तीपे तावन्त एव ते ॥ १७ ।। चतुश्चत्वारिंशमेवं, शतं स्युः पुष्करेऽखिले ।। द्वयोस्तदर्द्धयोस्तस्माद् , द्विसप्ततिर्द्विसप्ततिः ॥ १८ ॥ एवं शेषेष्वपि द्वीपवाद्धिविन्दुविवस्वताम् । કનૈવ ધન, મઃ સંથારિનિશ્ચય ૬ | यतो मूलसंग्रहण्या, तथा क्षेत्रसमासके । सर्वद्वीपोदधिगतार्केन्दुसंख्याभिधायकम् ॥ २० ॥ करणं ह्येतदेवोक्तं, जिनभद्रगणीश्वरैः ।। न चोक्तमपर किंचित्करुणावरुणालयैः ॥ २१ ॥
तथा च मूलसंग्रहणीटीकायां हरिभद्रसूरिः- “ एवंऽणंतराणतरे खित्त पुक्रवरदीवे चोयालं चंदसयं हवइ, एवं शेषेष्वप्यमुनोपायेन चन्द्रादिसंख्या विज्ञेयेति" युक्ता चेयं व्याख्या, चन्द्रप्रज्ञप्तौ सूर्यप्रज्ञप्तौ जीवाभिगमे च सकलपुष्करवरद्वीपमाश्रित्येत्थमेव चन्द्रादिसंख्याभिधानात् , तथाहि तद्ग्रंथः- " पुकवरवरदीवे णं भंते ! -આગળનાં સૂર્ય-ચંદ્રની સંખ્યા આવે છે. આ ગણત્રીએજ આખા પુષ્કર દ્વીપમાં એક ચુંમાલીસ સૂર્યો અને ચંદ્રો થાય છે. તે આ પ્રમાણે-કાલોદધિ સમુદ્રમાં સૂર્ય ચંદ્રની સંખ્યા બેતાલીસ-બેતાલીસની છે અને તેને ત્રણ વડે ગુણવાથી (૪૨૪૩=૧૨૬) એક છવ્વીસ આવે અને તેમાં જંબુદ્વીપના બે, લવણના ચાર, ધાતકીખંડના બાર, એમ કુલ અઢાર મેળવતા આખા પુષ્કર દ્વીપમાં સૂર્યોની સંખ્યા એકસો ચુંમાલીસની થાય છે. આજ રીતે ચંદ્રોમાં પણ સમજવું અને પુષ્કરદ્વીપના બીજા અર્થમાં બહોંતેરબહોતેર સૂર્ય—ચંદ્ર થાય છે. આગળના દ્વીપ સમુદ્રોમાં પણ આજ કરણ–રીત મુજબ ચંદ્ર સૂર્યની સંખ્યાનો નિર્ણય કર. ૧૬-૧૯.
કરૂણાના સાગર શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણે મૂલ સંગ્રહણીમાં અને ક્ષેત્રસમાસમાં સઘળા દ્વીપ અને સમુદ્રોમાં રહેલા સૂર્ય ચંદ્રની સંખ્યાને જણાવનારૂ આજ કરણ કહ્યું છે. બીજુ કહ્યું નથી. ૨૦-૨૧.
| મૂળ સંગ્રહણીની ટકામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે આ રીતે આગળ-આગળના ક્ષેત્રમાં પુષ્કરવરદ્વીપમાં જેમ એકસે ચુમાલીસ સૂર્યો બતાવ્યા, તેમ આજ ઉપાયથી સૂર્ય-ચંદ્રની સંખ્યા જાણવી. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જીવાભિગમસૂત્રમાં આખા પુષ્કરવારદ્વીપને આશ્રયીને આ સંખ્યા કહેલી હોવાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org