Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ યુદ્ધમાં પણ ભરત હારી ગયો.જ્યારે ભરત આ હાર પચાવી ન શક્યો ત્યારે ચક્રરત્ન મૂક્યું. બાહુબલી પણ ક્રોધાવેશમાં આવીને બોલી ઉઠ્યા કે આ તારા ચક્રરત્નને ચૂર્ણ કરી દઈશ. ત્યારે ભારતે મુઠ્ઠી મારી અને બાહુબલી જંઘા સુધી ભૂમિમાં ઉતરી ગયા. જેવા બાહુબલી મુઠ્ઠી મારવા ધસ્યા કે દેવો બોલ્યા, “ બાહુબલી, મુઠ્ઠી મારશો નહી. અન્યથા ભરત ચૂણિભૂત થઇ જશે.” બાહુબલીએ ત્યાં જ સ્વયં મસ્તકના વાળનો લોચ કરી દીધો. ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઇ ગયા. પણ ક્યાંથી આવ્યો આ ભાવ ? જેમના પરિણામો બાર-બાર વર્ષથી યુદ્ધમય છે, ‘મારું કે મરું-ના ભાવો છે, આવા ભયંકર ક્રોધ-ક્લેશયુક્ત માનસમાં ક્ષમાભાવના અને વૈરાગ્યના બીજ રોપાયાં ક્યાંથી? જે માનવીએ બાર-બાર વર્ષ આ ભૂમિરૂપ પરિગ્રહને માટે ક્રોધ-માન-કષાયને પોષ્યા તેમાં અચાનક આ વિરતિભાવ અને કષાયોની ઉપશાંતિનાં પરિણામ આવ્યા ક્યાંથી ? બસ, એક જ ઉત્તર - “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [9] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82