Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૮-નંદીષણ મુનિ બાર બાર વર્ષના વહાણા વાયા. આ જ નંદીષેણ સર્વ લક્ષ્મીને તૃણ ગણીને દીક્ષા અંગીકાર કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, કર્મનો ક્ષય કરી અંતે મોક્ષને પામ્યા. આ મુક્તિગામી જીવના જીવનનાં પાનાં ઉથલાવીએ તો બાર વર્ષથી તો આ નંદીષણ વેશ્યાની સોડમાં ભરાયેલો અને ભોગ-વિલાસમગ્ન છે. બાર-બાર વર્ષથી વેશ્યાગામી બનેલા જીવને વળી દીક્ષા અને મોક્ષ ક્યાંથી હોય ? મોહથી ઘેરાયેલા આવા જીવને સીધો મોહનીય કર્મનો જ ઉચ્છેદ કરવાનું સામર્થ્ય આવે ક્યાંથી ? હકીકત છે કે બાર વર્ષથી આ નંદીષેણ ભોગમાં ડૂબેલા છે. પણ વૈશ્યાને ત્યાં પડી રહેલા તેના જીવનનું બીજું એક પાસું આપણે વિચારેલ જ નથી. આ નંદીષેણ શ્રાવકધર્મનું પાલન કરી રહ્યો છે, વેશ્યાને ત્યાં ભોગની ઈચ્છાથી આવતા કામી પુરુષોને પ્રતિબોધ કરી તે દીક્ષા અપાવી રહ્યો છે. આ વાત પણ વળી અભિગ્રહપૂર્વકની – મારે રોજ દશ કામી પુરૂષોને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવવી. વિચારો કે વેશ્યાને ત્યાં આવતા “કારણ કે તે સાધુ હતા” [25] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82