Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૧૮-ધર્મરૂચિ તાપસપણાની દીક્ષાને ધારણ કરીને રહેલા ધર્મરૂચિ મૂળથી રાજપુત્ર છે. જિતશત્રુ રાજા અને ધારિણી રાણીના કુલદીપક છે. જિતશત્રુ રાજાને તાપસ દીક્ષા અંગીકાર કરતાં જાણી, ધારિણીરાણી પણ સાથે ચાલ્યા. કોઈ અવસરે પુત્ર ધર્મરૂચિએ અમાવાસ્યાના પૂર્વ દિને ‘અનાકુટ્ટી’ શબ્દ સાંભળ્યો. ત્યારે તેણે તાપસપિતાને પૂછ્યું કે, આ અનાકુટ્ટી એટલે શું? તાપસપિતા જણાવે છે કે, “વત્સ ! વનસ્પતિનું છેદનભેદન કરવું એ પાપક્રિયા છે. આ અમાવાસ્યા જેવો પર્વદિવસ આવે ત્યારે એ દિવસે પાપકાર્ય ન કરવું તે અનાકુટ્ટી કહેવાય. ધર્મરૂચિ તાપસને વિચાર થયો કે મનુષ્યની જેમ વનસ્પતિ પણ સચિત્ત તો છે જ. તો પછી આવી અનાકુટ્ટી સદા-સર્વદા રહેતી હોય તો કેવું સારું? જે તાપસ ચૌદશને દિવસે ઉદઘોષણા કરી રહ્યો છે તેને અનાકુટ્ટીના કાયમી હોવાનો શુભ વિચાર ન આવ્યો. અરે જે પિતાએ અનાકુટ્ટીનો અર્થ જણાવી પાપક્રિયાનો નિષેધ સમજાવ્યો તેને અમાવાસ્યા સિવાયના દિવસે પણ વનસ્પતિ “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [56]

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82