Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ વખતે એક જ ઉત્તર આપે છે—“મને આ વસ્તુનો ખપ નથી.” અભિગ્રહધારી છે એટલે અન્ય વસ્તુ લેતા નથી અને જોઈતી વસ્તુ માંગતા નથી. શ્રાવકે તર્કથી વિચાર્યું કે આ મુનિશ્રી આવતાની સાથે જ ‘સિંહકેશરા' શબ્દ બોલ્યા હતા. નક્કી તેમનું ચિત્ત ભ્રમિત થયું છે માટે સિંહકેશરા લાડુ લઈને મૂકવા દે. શ્રાવકે આખું પાત્ર ભરીને સિંહકેશરા લાડુ વહોરાવી દીધા. મુનિ સ્વસ્થચિત્ત થઇ ગયા. શ્રાવકે સુવ્રતમુનિની અત્યંત પ્રશંસા કરીને પૂછ્યું કે, હે ભગવંત ! આપ તો ધન્ય છો - શ્રુતના પારગામી છો. હું રોજ નવકારશી પચ્ચક્ખાણ કરું છું પણ આજે પુરિમટ્ટુ કરેલ છે તો આપ જણાવવાની કૃપા કરશો કે અવસર થયો છે કે નહીં? શ્રુતના પારગામી સુવ્રતમુનિએ જ્ઞાનના બળે આકાશ જોઇને જાણ્યું કે, અરે! આ તો મધ્યરાત્રિ કાળ છે તો હુ અત્યારે આ સ્થળે કેમ? શ્રાવકના વચને ચિત્ત ઉપર ચોંટ આવી અને રાત્રી હોવાથી ગમનાગમન અયોગ્ય જાણી શ્રાવક પાસે વસતિ યાચના કરી ત્યાં જ ધ્યાનમગ્ન થઇ ગયા. પ્રાતઃકાળે શુદ્ધ સ્થંડિલ ભૂમિ શોધી સિંહકેશરા લાડુનું ચૂર્ણ કરી પરઠવતાં “કારણ કે તે સાધુ હતા” [71] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82