________________
પરમાત્મા જણાવે છે કે, હે ગૌતમ ! આ ભવમાં ચારિત્ર પામીને આ સ્ત્રી મોક્ષે જશે.
૯૯૯૯૭ ભવ ભટકનાર અને ૯૯૯૯૭ ભવ સુધી તિર્યંચ-નારકી જેવી દુર્ગતિમાં રખડનાર જીવ અને તેય મોક્ષે જશે તે વાત – એ બંને કઈ રીતે બંધ બેસે?
-
બને. બધું જ શક્ય બને ભાગ્યશાળી ! બધું જ –
“કારણ કે તે સાધુ(સાધ્વી) હતા.”
ભવભ્રમણ માટે શલ્ય નિમિત્ત જરૂર બન્યું. કિંચિત્ વિરાધકભાવે તેને મોક્ષમાર્ગમાં કંઈ કેટલીયે અડચણો ખડકી દીધી. પણ તોયે સાધુપણાને પામેલો જીવ હતો ને?
એ એક વખતનો ચારિત્ર સંસ્પર્શ તેને માટે પારસમણિ સાબિત થયો. કથીર એવા આત્માને આ પારસમણિએ કંચન બનાવી દઈને ફરી મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી-પ્રવાસી બનાવી દીધો અને અંતે આપી ગયો મોક્ષરાજ્યની ગાદી.
+=
“કારણ કે તે સાધુ હતા”
+
[75]
+
મુનિશ્રી દીપરત્નસાગરજી