Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ એક વખત ગવાક્ષમાં બેઠેલા અરણિકે તેની આ ઉન્મત્ત સ્થિતિ જોઈ, ખૂબ જ દુઃખ અનુભવતો તે માતા-સાધ્વીના પગે પડી ગયો. લજ્જા અને વિનયયુક્ત અરણિકે પૂર્વેના ચારિત્ર અભ્યાસથી પ્રશસ્ત ધર્માનુરાગ અને અનંતા શુભ અધ્યવસાયથી માતાને સર્વે વૃતાંત જણાવી ક્ષમાયાચના કરી. જ્યારે માતાએ પુનઃ ચારિત્ર લેવા કહ્યું ત્યારે અરણિક જણાવે છે કે, હે માતા ! આ દુષ્કર ચારિત્ર મારાથી પાળી નહીં શકાય. તમે કહો તો અનશન કરી દઉં. માતાના વચને વિનયીપુત્રે પુનઃ દીક્ષા લીધી. ગુરુ ભગવંતની આજ્ઞાપૂર્વક તુરંત જ અનશન માટે તૈયાર થયા. સર્વ સાવદ્યના પચ્ચક્માણ, પાપની નિંદા, સર્વ પ્રાણી સાથે ક્ષમાપના, ચાર શરણાનું ગ્રહણ કરી ધગધગતી શીલા ઉપર અનશન કરી દીધું. મુહૂર્તમાં કાયા ઓગળી ગઈ અને શુભ ધ્યાને આપી સદ્દગતિ. આવો વૈરાગ્યભાવ - આવું વિનયીપણું - આવું પુરૂષાકાર પરાક્રમ - આવી તીવ્ર તપશ્ચર્યા એક સુકુમાલ મુનિને – એક રાગી અને સ્ત્રીસંગી જીવમાં આવી ક્યાંથી ? - કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [78] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82