________________
આ કુર્માપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતાં સાંભળ્યા. આ પાઠ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સાધુપણું નજરે નિહાળતાં, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઇ ગયો. શુક્લધ્યાનની ધારાએ કુર્માપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુમાંપુત્ર કેવલી.
એટલું જ નહીં, પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જ્યારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારેના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજો કેવલી થયા.
ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યવેશને ગ્રહણ કરી, કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાની પશ્ચાદ ભોમકામાં પડેલું જો કોઈ તત્વ હોય તો એક જ “કારણ કે તે સાધુ હતા.”
“કારણ કે તે સાધુ હતા”
+
[64]
+
+
મુનિશ્રી દીપરત્નસાગરજી