________________
આ વિનયીપણાએ તેનો ૪૮ વર્ષનો કાળ દ્રવ્યસાધુપણામાં વ્યતીત થયો પણ તે પૂર્વેનો બાલ્યાવસ્થાનો ૧૨ વર્ષનો કાળ તેનામાં જે સાધુપણાના સંસ્કાર સિંચી ગયેલો, તે સંસ્કારવાસિત આત્માએ તેને પુનઃ ચારિત્રમાં સ્થિર કરવા ઉપાદાન પૂરું પાડ્યું.
બાકી બધાંની રજા માંગી છે ઘેર જવા માટે. ક્યાંય સંમતિ મળતી નથી. માતા સાધ્વીએ પૂર્વે આણેલ રત્નકંબલ અને રાજમુદ્રા લઈને આપમેળે જ સાધુચિહ્નોનો ત્યાગ કરી પોતાના જ રાજ્ય સાકેતપુરમાં રાજ્ય માટે પાછા ફરે છે.
તે વખતે રાજસભામાં નર્તકી નાચ-ગાન કરી રહી છે. ઘણી રાત્રી સુધી નાચ-ગાન કરતી નર્તકી છેલ્લે થાકી અને તેના નેત્રો નિદ્રાથી ઘેરાયા એટલે નર્તકીની અક્કા જણાવે છે કે - હે સુંદરી, તે ઘણી રાત્રી સુધી સુંદર નૃત્ય અને ગીતનાચ કર્યા. થોડા સમય માટે પ્રમાદ કરીશ તો આ બધી જ મહેનત વ્યર્થ જશે.
આટલું સાંભળતા નર્તકી સાવધાન બની ગઈ, પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે સાવધ બનેલી નર્તકીની સાથે-સાથે ક્ષુલ્લક મુનિ પણ સાવધાન થઇ ગયા. નર્તકીને રત્નકંબલ ઇનામમાં આપી દીધું. તેમના ચિત્તમાં એક ઉહાપોહ જાગ્યો...
“કારણ કે તે સાધુ હતા”
[67
મુનિશ્રી દીપરત્નસાગરજી