Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા કુલમુનિને ચારિત્ર આવરક કર્મનો ઉદય થતાં ચિત્ત વિષયવાસિત બન્યું. માતા પાસે જઈ પ્રવજ્યા છોડવા અનુજ્ઞા માગી. માતૃભાવના સભર મુનિએ માતા સાધ્વીના વચને બાર વર્ષ સાધુપણામાં વિતાવ્યા, પણ વૈરાગ્યવાણીના વારિ તેને ભીંજવી ન શક્યા. બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ સંસારપ્રવેશ માટે રજા માગી. ત્યારે માતાના વચને પ્રવર્તિની સાધ્વી પાસે ગયા. પ્રવર્તિની પરના સાધુ-બહુમાનથી પુનઃ બાર વર્ષ વીતાવ્યા. સૂત્રાર્થ ભણ્યા તો પણ વૈરાગ્યનો રંગ ચડ્યો નહીં એટલે ઉપાધ્યાય ગુરુ પાસે મોકલ્યા. ક્ષુલ્લક્યુનિએ વિનયગુણથી ઉપાધ્યાયના વચનને માન્ય કર્યું. ફરી બાર વર્ષ પ્રવજ્યામાં વ્યતીત કર્યા તો પણ ઉપાધ્યાયની ધર્મદેશના તેમના પ્રતિબોધનું નિમિત્ત ન બની શકી, ત્યારે છેવટે ગચ્છના અધિપતિ આચાર્ય ભગવંતે પોતાની નિશ્રામાં રાખી બાર વર્ષ પર્યત સ્થિરીકરણ પ્રવૃત્તિ કરી તો પણ શુલ્લમુનિ દીક્ષામાં સ્થિર ન થયા. આમ ૪૮ વર્ષનો દીક્ષા-કાળ કેવળ દ્રવ્ય-સાધુપણામાં જ વિતાવ્યો, પણ ભાવ સાધુપણું તેને સ્પર્શી ન શક્યું. હતો એક માત્ર વિનયગુણ. “કારણ કે તે સાધુ હતા” [66] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82