Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૨૦-કુર્માપુત્ર કોઈ શ્રાવક ઘરમાં વસવા છતાં જો નિસ્પૃહ શિરોમણી થઇ વર્તે તો કુર્માપુત્રની જેમ ઘરમાં પણ નિર્મળ એવા કેવળજ્ઞાનને પામે. આ અર્થને પ્રસ્તુત કરતો શ્લોક વાંચતા જ ઝબકારો થયો. “ પુત્ર રૂવ'- આ કુર્માપુત્ર કોણ છે? ઘેરબેઠાં કેવળજ્ઞાન થયું કેવી રીતે? એમના જીવનમાં આ ચમત્કાર સર્જાયો ક્યાંથી? એક જ ઉત્તર - “કારણ કે તે સાધુ હતા.” યૌવનવયમાં ઘણી સ્ત્રીઓ તેને ઈચ્છતી હતી છતાં આ કુર્માપુત્ર સ્ત્રીથી વિરક્ત જ હતો. કોઈ મુનિના મુખથી ફક્ત સિદ્ધાંતપાઠ સાંભળવાથી તેમને કેવળી બનવાનું નિમિત્ત મળી ગયું. શું આ આશ્ચર્ય નથી? યૌવનવયે સ્વૈચ્છિક સમર્પિત સ્ત્રીથી વિરક્ત રહેવું અને કેવળ શાસ્ત્ર-વચનરૂપ મૂળપાઠનું શ્રવણ જ તેને માટે કેવળી બનવાની સીડી બની જાય એ વાત કંઈ નાનીસૂની છે ? આ અભૂતપૂર્વ ઘટના બની કઈ રીતે? चा “કારણ કે તે સાધુ હતા” [62] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82