________________
ઉછેરાયેલ કનકરથ રાજાનો પુત્ર કનકધ્વજ રાજા બન્યો. સર્વ કાર્યમાં મંત્રીને જ અગ્રેસર રાખે છે.
અન્ય કોઈ દિવસે તેતલીપુત્ર મંત્રીને કોઈ કારણે પોટીલા પર અપ્રીતિ જન્મી. સાધ્વીના ઉપદેશથી પોટીલાને દીક્ષા લેવાની ભાવના જાગી. તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું દીક્ષા લઈને કાળ કરીને સ્વર્ગે જાય તો ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવવું એમ કબૂલે તો દીક્ષાની આજ્ઞા આપું. પોટીલાએ કબૂલાત આપી, દીક્ષા લીધી. કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગે દેવતા થઇ.
પોટીલદેવ મંત્રીને બોધ આપવા આવે છે. વિષયમાં લોલુપ મંત્રીને એકપણ વ્રત લેવા ઈચ્છા ન થઇ. ત્યારે પોટીલદેવે અનેક વિડંબના પમાડી તેને પ્રતિબોધ કર્યો, શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો.
બારવ્રતધારી શ્રાવક બનેલા તેતલીપુત્રે કોઈ જ્ઞાનીગુરુ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુ ભગવંતે જણાવ્યું - “તું પૂર્વ મહાવિદેહ ક્ષેત્રે પુંડરિકીણી નગરીએ મહાપદ્મ રાજા હતો. ગુરુદેશનાથી બોધ પામી ચારિત્ર અંગીકાર કરેલુ. પછી ચૌદપૂર્વધર થયો. એક માસનું અનશન કરી મહાશુક દેવલોકે દેવતા થયો. ત્યાંથી ચ્યવી અહીં તેતલીપુત્ર મંત્રી થયો.”
“કારણ કે તે સાધુ હતા” [60]
મુનિશ્રી દીપરત્નસાગરજી