________________
વાત તો કેટલી નાની શી હતી ! બાર વર્ષે પિતાની યાદ સતાવતાં, વલ્કલચીરી રાજ્ય અને ભોગોને છોડીને વનમાં પિતા પાસે ગયા. ત્યાં પૂર્વે સંતાડેલાં ઝાડની છાલના પોતાના વસ્ત્રોને લઈ તેની ધૂળ ખંખેરતાં ખંખેરતાં કેવળજ્ઞાની થઇ ગયા. જે ધર્મ તેણે જાણ્યો નથી – સાંભળ્યો નથી તેના સાધ્ય ધ્યેયને વરી ગયા. આ અદ્દભૂત ઘટનાનાં મૂળ હતાં –
“કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવમાં પાળેલ શ્રમણ-ધર્મનું જ્ઞાન થયું. પડિલેહણ અને પ્રમાર્જનાની ક્રિયા યાદ આવી ગઈ. બાર ભાવના સહિત સંસારની અસારતા ચિંતવતા શુક્લધ્યાનની ધારા તેજ બની, કર્મોનો ક્ષય થઇ ગયો.
આ ભવમાં કદી શ્રમણલિંગરૂપ વસ્ત્રો કે રજોહરણને જોયા વિના કેવળ પૂર્વભવના સંસ્કારોએ તેને બનાવી દીધી એક પ્રાગૈતિહાસિક પ્રતિભા. કારણ? કારણ કે તે સાધુ હતા.
===
+ ===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[30]
મુનિશ્રી દીપરત્નસાગરજી