Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૯-વલ્કલગીરી વલ્કલચીરી જ્યારે વીર પરમાત્માના વંદનાર્થે ગયા ત્યારે પરમાત્મા કહે છે કે, હે વલ્કલચીરી ! તમે કેવળી છો. આ બધા સાધુને વંદન કરવાનું ન હોય - અને વલ્કલગીરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. આ એ જ મનુષ્ય છે, જેનો જન્મ વનમાં થયો છે. જન્મતા જ માતા મૃત્યુ પામેલ છે. લોકવ્યવહારથી બિલકુલ અજ્ઞાત છે અને સ્ત્રી-પુરૂષના ભેદ સુદ્ધા પણ તે જાણતો નથી.. જન્મથી જ બ્રહ્મચારી છે. એ તરુણાવસ્થાને પામ્યો અને તેના પોતાના ભાઈ પ્રસન્નચંદ્રરાજા કપટથી તેને પોતાના રાજ્યમાં લાવ્યા ત્યાં સુધી લોકસંજ્ઞાથી તદ્દન અનભિજ્ઞ આ બાળકે તાપસ સિવાયનો કોઈ ધર્મ પણ જાણ્યો નથી. બાર વર્ષ સુધી રાજ્યના અને ભોગના સુખમાં પણ પ્રસન્નચંદ્ર રાજાને ત્યાં કદી ધર્મદેશના સાંભળી નથી. તો પણ તે કેવળી થઇ મુક્તિ પામ્યા ! પણ કેમ ? કઈ રીતે બની શકે આ વાત કે ધર્મનો સ્પર્શ પામ્યા વિનાનો, એક પણ શબ્દનું ધર્મશ્રમણ કર્યા સિવાય આ જીવ ધર્મનો પાર પામીને કેવળજ્ઞાન રૂપી લબ્ધિ પ્રાપ્ત કરી શકે ? “કારણ કે તે સાધુ હતા” [29] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82