Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ માત્ર નાટક જોતી હતી; પણ અષાઢાભૂતિને વાસ્તવમાં કેવળજ્ઞાન થઇ ગયું - 500 રાજકુમાર પણ સાધુ બની ગયા. છતાં પ્રેક્ષકોને મન તો હજી પણ આ નાટક જ હતું. કઈ ઘટના ઘટી ? નાટકિયાઓએ સંસારને જ નાટક માની લીધું ! ક્યાં વમળો સર્જાયા કે રાગી ચિત્ત વિરાગી બની ગયું ? કયો જાદૂ થયો કે સંપત્તિની પ્રાપ્તિ માટે જ વેશ ભજવનારા સંપત્તિને સર્વથા છોડી નીકળી ગયા ? ના ! એ ઘટના, એ વમળ કે એ જાદૂ ન હતો - એ હતા માત્ર સંસ્કાર. સૂતેલા સંસ્કાર આળસ મરડીને જાગી ઉઠ્યા હતા. “કારણ કે તે સાધુ હતા.” આ એ જ અષાઢાભૂતિ હતા, જે નાટક ભજવતાં પહેલા જ વૈરાગ્યથી વાસિત બન્યા હતા. આ એ જ અષાઢાભૂતિ હતા જે પોતાની બબ્બે સુંદર સ્ત્રીના ત્યાગના નિર્ણય સાથે જ નીકળેલા હતા; નાટક તો એક બહાનું હતું, કેવળ દાક્ષિણ્ય બુદ્ધિથી જ ભજવાયું હતું. અષાઢાભૂતિએ મોક્ષનગરી તરફ કદમ તો પહેલાં જ માંડી દીધાં હતા. - “કારણ કે તે સાધુ હતા.” રૂપ-પરાવર્તનની વિદ્યા જ તેને માટે પતનનું નિમિત્ત બની. નહીં તો પૂર્ણ વિનયી અને શુદ્ધ આચાર-પાલનકર્તા “કારણ કે તે સાધુ હતા” [45] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82