________________
પૂર્વભવમાં પંચમ દેવલોકથી આવેલો જીવ છે, અને પાંચમો બ્રહ્મદેવલોક પ્રાપ્ત થવાનું નિમિત્ત છે સાધુપણું. મહાબલકુમાર નામે રાજપુત્રને સમ્યક્ત વિષયક વ્યાખ્યાન સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા ગ્રહણ કરી. ચૌદ પૂર્વમાં કિંચિત ન્યૂન એવો સુંદર સ્વાધ્યાય-અભ્યાસ હતો. બાર વર્ષનું અસ્મલિત ચારિત્ર પાલન કરેલું હતું. આ ચારિત્ર રૂ૫ આચાર-અભ્યાસ અને ચૌદપૂર્વ જ્ઞાન-અભ્યાસથી વાસિત એવો આ ઉત્તમ આત્મા હતો.
મોક્ષપથના પ્રબળ પુરુષાર્થી આ આત્માએ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં કરતાં છેલ્લે એક માસનું અનશન કરેલું હતું. તેમને માટે વચ્ચે એક જ ભવ માઈલસ્ટોનરૂપ બન્યો - તે બ્રહ્મ દેવલોકનું દેવપણું. અને આ માઈલસ્ટોન વટાવતા બીજા જ ભવે તે મોક્ષમહેલના દ્વાર ખખડાવીપ્રવેશી સિદ્ધશીલાએ બિરાજમાન થઇ ગયા.
શુદ્ધ સમ્યગ્દર્શન તેને મોક્ષપર્યંતની સમૃદ્ધિ અપાવી ગયું પણ ચૌદપૂર્વની પ્રતિભા અર્પનારું હતું તેનું સાધુપણું. આ સાધુધર્મની ઉચ્ચ આરાધના તેના માટે અનંતર ભવે મોક્ષની સીડી બની ગઈ. ---કારણ કે તે સાધુ હતા.
=== + === + === + === + ===
“કારણ કે તે સાધુ હતા”
[52]
મુનિશ્રી દીપરત્નસાગરજી