Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧૪-અષાઢાભૂતિ “અષાઢાભૂતિ......તેઓ કોઈ વખતે રાજા સન્મુખ “રાષ્ટ્રપાળ” નામે નાટક કરવા ગયા. રાષ્ટ્રપાળ નાટક એટલે આબેહૂબ ભરત ચક્રવર્તીનો ચિતાર. અષાઢાભૂતિ એટલી તલ્લીનતા અને કુશળતાપૂર્વક નાટક કરી રહેલા કે લોકો પણ એકાકાર બની ગયા. નાટકમાં ભરતની છ ખંડની સાધના, ચૌદ રત્ન અને નવ નિધિનું પ્રાગટ્ય, વિજયયાત્રા, એ બધું જ આબેહૂબ ભજવાઈ રહ્યું હતું. છેલ્લું દ્રશ્ય આવે છે નાટકનું... અરીસાભવનમાં દાખલ થયેલા ભરતચક્રીની માફક અષાઢાભૂતિ પણ અરીસાભવનમાં પ્રવેશેલા છે, ભરત ચક્રવર્તીની માફક વીંટી વગરની આંગળી જોઈને અષાઢાભૂતી પણ અનિત્યભાવના ચિંતવે છે. જે રીતે ભરત ચક્રવર્તી અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા તે જ રીતે નાટકના અંતે અષાઢાભૂતિ પણ ધર્મલાભ' કહીને 500 રાજકુમાર સાથે ચાલતાં થાય છે. અહીં સુધી તો “રાષ્ટ્રપાળ” નાટક બરાબર ચાલ્યું. પણ અષાઢાભૂતિએ ભવાઈ (નાટક)ને ભવની ભવાઈ ક્યારે સમજી લીધી તે રાજા સમજી ન શક્યો. રાજા અને પ્રજા તો “કારણ કે તે સાધુ હતા” [44] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82