________________
આ જ સોમદેવમુનિ દેવલોકના સુખ ભોગવીને અહીં હરિકેશબળ ચાંડાળપુત્ર થયા. એક વખતનો કરેલ જાતિમદ તેને નીચ કુળ આપનારો જરૂર થયો, પણ એક વખતનું સાધુપણું તેને ચારિત્ર અપાવનાર પણ બન્યું. જાતિમદ કર્યા પછીનો પશ્ચાતાપ અને મદત્યાગ તેને ચાંડાળકુળમાં પણ ઉચ્ચ ભૂમિકાએ લઇ જવા સમર્થ બન્યા અને એક વખતનું સાધુપણું તેને સામાન્ય નિમિત્ત મળતાં પુનઃ પલ્લવિત કરી ગયું અને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયો મુનિ હરિકેશ.
બસ, પછી તો તીવ્ર તપશ્ચર્યા, દુર્બળ શરીર, યક્ષ દ્વારા થતી ભક્તિ, રાજકુંવરીનો પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગ, બ્રાહ્મણો દ્વારા તર્જના અને ક્ષમાયાચના–આવા કંઈ કંઈ નિમિત્તે જીવનમાં આવ્યા અને ગયા, પણ પ્રત્યેક કસોટીએ ખરા ઊતરેલા હરિકેશ મુનિ અંતે કેવળી બનીને મુક્તિનગર બિરાજમાન થયા.
આ સમગ્ર યાત્રાનું જો કોઈ ચાલક બળ હોય તો તે એક જ - “કારણ કે તે સાધુ હતા.”
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[43]
મુનિશ્રી દીપરત્નસાગરજી