Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧૦ જંબુસ્વામી જૈન શાસનના જ્યોતિર્ધર અને વિધાયક એવી આ પ્રતિભાની વીર પરમાત્માના શાસનમાં છેલ્લા કેવળજ્ઞાની તરીકેની ઓળખ તો સૌને છે – કે જેમણે લગ્નની પહેલી રાત ભોગ-વિલાસને બદલે દીક્ષાનો ઉપદેશ આપવામાં ગાળી હતી. ૯૯૦૯૯ કરોડ સોનૈયાને ઠોકર મારી, આઠ-આઠ નયનરમ્ય સુંદરીઓને પ્રતિબોધ કરી, ચોરી કરવા આવેલા ચોરોને પણ બોધ પમાડી પ્રવજ્યા ગ્રહણ કરી. તેના કરતાંયે મહત્વનું પાસું એ હતું કે આ તરફ આઠઆઠ કન્યાઓની સાથેના વિવાહની તૈયારી ચાલે છે અને તે સમયે જંબૂકુમારે સુધર્માસ્વામીના ઉપદેશથી સમ્યક્ત અને શીલવ્રત અંગીકાર કરી લીધા છે. યૌવન વય છે, અઢળક સમૃદ્ધિ છે, સ્વરૂપવાન આઠઆઠ કન્યા છે. આ રૂપ, આ સંપત્તિ, આ યૌવન - કશું જ તેમને ચલાયમાન કરવા સમર્થ બનતું નથી અને શુદ્ધ સમ્યક્તયુક્ત સંયમી અવસ્થા તરફ જ તેનું મન આકૂળવ્યાકૂળ બનેલું છે. “કારણ કે તે સાધુ હતા” [31] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82