Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ આ બધું જ જ્ઞાત છે, પણ અજ્ઞાત વિષયવસ્તુ શું છે ? સામાયિક કણબીએ દીર્ઘકાળ વ્રતપાલના કરી છે, સ્વાધ્યાય પણ સુચારુ કર્યો છે અને મૃત્યુ પણ અનશનવ્રત ગ્રહણ કરીને પામ્યો છે. આ જ સામાયિક કણબી પૂર્વભવના વ્રત અને વૈરાગ્યથી વાસિત થઇ, દેવલોકની સફર કરીને આર્દ્રકુમાર બન્યા છે. તેની વ્રતવિરાધાનાએ તેને અનાર્યભૂમિ ભલે અર્પી, પણ તે વિરાધના તો પ્રમાદથી થઇ છે. મૂળભૂત તો આ આત્મા વ્રતનો સ્પર્શ પામીને શુદ્ધ બનેલા સુવર્ણ સમાન છે. માટે જ તેનો પૂર્વભવ આ ભવમાં ચારિત્ર અંગીકાર કરવામાં સીડીરૂપ બની ગયો. દેવતાએ અટકાવ્યો કે, હે આર્દ્રકુમાર ! તમે આ ભવે જ મુક્તિ પામનાર છો. પરંતુ તમારું ભોગકર્મ બાકી છે, હાલ ચારિત્ર ગ્રહણ કરશો નહીં. પણ આ તો વ્રતી-જીવ ! તેનાથી ચારિત્રને વેગળું રાખવાનું બને જ કઈ રીતે ? અરે ! જ્યારે સામાયિક કણબીના ભવની પત્ની બંધુમતિનો જીવ આ ભવમાં શ્રીમતી રૂપે આવ્યો અને થાંભલાને બદલે આર્દ્રકુમાર યતિને કાયોત્સર્ગમાં ઊભેલા “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [38]

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82