Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ પણ, આ ઈલાચી તો પૂર્વભવનો સાધુનો જીવ છે. દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષાર્થે પ્રવેશેલા મુનિરાજ છે સામે પદ્મિની જેવી સૌંદર્ય-સામ્રાજ્ઞી સ્ત્રી મુનિરાજને લાડુ વહોરાવવા આગ્રહ કરતી હોય છે અને નીચી નજરે જ ઇન્કાર કરતાં મુનિને જુએ છે, આ જોઇને જ ઈલાચીની વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી. ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્ર મોહ હતો – ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઈલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તો પણ તે મોહને સર્વથા ત્યજીને કેવલી બની મોક્ષે ગયા. - “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [36] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82