________________
કયું રહસ્ય છે તેના જીવનમાં? કે માનવ-સહજ અર્થ અને કામ તરફ તેને લેશમાત્ર રૂચી નથી; યૌવનનો ઉન્માદ કે રૂપની આસક્તિ નથી ? “ કારણ કે તે સાધુ હતા.”
પૂર્વના ભવમાં પણ એ જ રીતે નાગિલા સાથે વિવાહ થયો છે. નાગિલાને આભૂષણ પહેરવાનો અવસર ચાલે છે. અર્ધ-શણગારેલી પત્નીને નીરખવામાં મશગૂલ ભવદેવ કેવળ ભાત દાક્ષિણ્યથી જ સાધુ બનેલ છે. બાર વર્ષ સુધી તો દ્રવ્યદીક્ષા જ પાળી છે.
પણ સ્ત્રીથી પ્રતિબોધ પામી, શેષ જીવન સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને એ ભવદેવનો જીવ સ્વર્ગદેવતા થઇ અહીં શિવકુમાર બને છે. શિવકુમારના ભવમાં પણ છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ કરી ભાવ ચારિત્રવાન બન્યો છે. આવા પૂર્વભવના સાધુપણાના સંસ્કાર અને ભાવચારિત્રથી વાસિત આત્મા જો પૂર્વભવમાં પણ પરિણીત સ્ત્રીને છોડી દીક્ષા લઇ શક્યો, તો જંબૂકુમારના ભવમાં તો વીર શાસનની પરંપરાના પટ્ટ-પ્રભાવક છે તે કેમ સ્ત્રીઓને છોડી દીક્ષિત ન બને ? બને જ– “કારણ કે તે સાધુ હતા
==
=
+
==
=
+
=
==
+
=
=
=
+
==
=
“કારણ કે તે સાધુ હતા”
[32]
મુનિશ્રી દીપરત્નસાગરજી