Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ જૂઓ, .....ચિલાતીપુત્રના આ સમગ્ર જીવનમાં ક્યાંય ધર્માચરણ નથી. પૂર્વભવની સ્વપત્ની એવી સુંસમાનો તીવ રાગ છે અને આચરણ પણ ચોરી અને ખૂનનાં જ કર્યા છે; છતાં ચારણ લબ્ધિધારી મુનિને જોઇને ધર્મ-ઉપદેશ શ્રવણની ઈચ્છા જાગે. ત્રણ જ શબ્દોનો ઉપદેશ અને ચિલાતીપુત્રની ચિંતનયાત્રા તેને કાયોત્સર્ગમાં સ્થિર કરીને સાધુધર્મયુક્ત આરાધનામય બનાવી દે - તે પણ ક્યાં સુધી? અઢી દિવસમાં તો ચિલાતીપુત્રના શરીરને કીડીઓએ ચાળણી જેવું બનાવી દીધું–તો પણ તે સમભાવે વેદના સહન કરે. ક્યાંથી આવ્યો આ સમભાવ ? ક્યાંથી આવ્યું સમ્યક શ્રદ્ધાનું તત્વ ? ક્યાંથી ઉદભવ્યો આ ચારિત્રરાગ અને ક્યાંથી જન્મી આ મોક્ષપથની અભિલાષા ? બસ, એક જ કારણ. “કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવનું વિશુદ્ધચારિત્ર તેને તપસંયમની શક્તિ અર્પ ગયું. પૂર્વભવની નિશ્ચલતા તેને પળવારમાં સ્ત્રીના રાગમાંથી મુક્તિ અપાવી ગઈ. આ હતી પ્રાગૈતિહાસિક પ્રતિભા - આ હતી મોક્ષમાર્ગની પુરુષાર્થતા. કારણ કે તે સાધુ હતા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [17] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82