________________
અચાનક એકદા જ્ઞાનના પ્રકાશનો વિસ્ફોટ થતાં શ્રુતજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકનાર મુનિ ચારે જ્ઞાનોને ગૌણ કરીને સીધા જ આત્મ પ્રત્યક્ષ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ગયા.
એક નાનું વાક્ય યાદ ન રાખી શકનારના જીવનમાં આ તે કયો ચમત્કાર થયો કે સમગ્ર જગતનું સંપૂર્ણ જ્ઞાન વ્યાઘાત-રહિતપણે પરિણમ્યું ?
કારણ કે તેઓ હતા પૂર્વભવના આચાર્ય, ગુણરત્નના નિધાન સમા શ્રતના અર્થી, સૂત્રાર્થ રૂપી જળનું દાન કરવામાં મેઘ સમાન, શ્રમરહિત અને નિશ્ચલપણે અધ્યાપનકાર્યરત....
મોહના ઉદયે વિપરીત વિચારણાથી જ્ઞાનને આવરક કર્મ બાંધ્યું, પણ સમગ્ર જીવનની જ્ઞાન-આરાધના અને સંયમયાત્રાનો સંસ્પર્શ તેના આત્માને સમગ્ર જ્ઞાન આવરક કર્મોના ક્ષયને માટે થયું. પૂર્વભવમાં ક્ષયોપશમજન્ય જ્ઞાનની આરાધનાયુક્ત સાધુપણું વર્તમાન ભવે ક્ષાયિક જ્ઞાન પ્રદાતા બન્યું - કારણ – “કારણ કે તે સાધુ હતા.” જૈનશાસનની આ તેજસ્વી પ્રતિભા આપણી સન્મુખ સ્વાધ્યાયનો ઉચ્ચતમ આદર્શ મૂકી જાય છે.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[22]
મુનિશ્રી દીપરત્નસાગરજી