________________
તિર્યંચના ભવથી આવેલા હોવાથી તે મુનિને ભૂખ તીવ્ર વેદના અર્પતી હતી –તો પણ અભિગ્રહ કર્યો કે પૂર્વે મુનિપણાને ક્રોધથી વિરાધ્યું છે માટે આ ભવે કદાપિ ક્રોધ ન કરવો. ગોચરી જઈ આહાર લાવી, આલોવી વાપરવા બેઠા છે. ઉપવાસી સાધુ તેના આહારમાં જ બળખો ફેંકે છે.
ત્રણ-ત્રણ તપસ્વી સાધુ તેનો કટુ વાણીથી તિરસ્કાર કરે છે. તો પણ બળખાની જુગુપ્સા નહીં અને કટુ વાણી પરત્વે કોઈ રોષ નહીં. સમભાવલીન કૂરગડુ મુનિ આત્મનિંદા કરતાં વિચારે છે કે “હું આવો પેટભરો સાધુ છું” ત્યારે જ બીજાને દ્વેષનું નિમિત્ત બન્યો ને !
એ જ આત્મનિંદા તેને કેવળજ્ઞાન અપાવી ગઈ. આ આત્મનિંદા ભાવ - આ સમત્વ આવ્યા ક્યાંથી ?
કારણ કે તે સાધુ હતા.” એક વખતની સાધુધર્મની સ્પર્શનાએ તેને જૈનશાસનની તવારીખમાંતેજસ્વી પાત્ર બનાવી દીધા.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[20]
મુનિશ્રી દીપરત્નસાગરજી