Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ પ-કૂરગડું ભરફેસર - બાહુબલી” સક્ઝાયમાં સ્થાન પામેલ આ એક મહાસત્વશાળી પ્રતિભા છે, જેમને ભોજન કરતા-કરતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી એવા આ મુનિ આમ તો દ્રષ્ટિવિષ સર્પ જેવી તિર્યંચ યોનિમાંથી મનુષ્યપણાને પામ્યા છે. તો પણ આ મનુષ્ય ભવમાં તેમણે જે અણાહારીપદ પ્રાપ્ત કર્યું તેનું આશ્ચર્ય તો જુઓ કે આહાર કરતાં કરતાં અણાહારીપદ પામ્યા. જેને હંમેશ માટે છોડવાનું છે તેવા શરીરને આહારથી પરિતૃપ્ત કરતાં કરતાં તેઓ અણાહારી અર્થાત આહારરહિતપણું પામ્યા. પણ કેમ ? આ બની જ કઈ રીતે શકે ? બસ, જેમ શણગાર સજતાં ભરત ચક્રવર્તી આત્માનો શણગાર પામ્યા, બાહુબળથી બીજાના મસ્તકને ચૂર્ણ કરવા મથતા બાહુબલીએ પોતાના જ મસ્તકનું (વાળનું) ચૂર્ણ કરી નાંખ્યું, સ્ત્રીના રાગથી યુક્ત ચિલાતી જ વૈરાગી થયા તેમ આ કૂરગડ મુનિ આહાર કરતાં જ નિરાહારી થયા. પણ રહસ્ય તો એક જ - “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [18] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82