Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ સર્પનો ભવ તો તેની ભૂલનું પરિણામ હતું, પણ મૂળ તો તે સાધુ જ હતા ને ? માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં તપસ્વી મુનિવર હતા. પારણે પણ વીર્યબળથી જ ગોચરીની ગવેષણા કરનારા, પણ આંખનું તેજ ઘટી જવાથી દેડકી ઉપર પગ આવ્યો. નાની શી દેડકી તુરંત મૃત્યુ પામી. બાળસાધુ વડે આ દેડકીની વિરાધના જોવાઈ અને પ્રતિક્રમણ વેળા તે મુનિવરને એવું પૂછ્યું કે આપે “દેડકી માર્યાની આલોચના કેમ ન કરી? તે સાંભળી તપસ્વી મુનિવર રોષાયમાન થઈ ગયા અને બાલ્સાધુને મારવા દોડતા અંધારામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. આ અસમાધિ મરણે એક વખત તો તેને દ્રષ્ટિવિષ સર્પનો ભવ આપી દીધો; પણ તે સાધુપણું પાળીને આવેલા મુનિવર તો હતા જ ને ? જાતિસ્મરણ જ્ઞાન પામેલા તે સર્વે સમભાવપૂર્વક અચિત્ત આહારથી જ જીવનની નાવ હંકારી. સર્પના ભાવમાં જ્યારે તેના દેહના ટુકડે ટુકડા થઇ ગયા, તો પણ સમભાવ ન ગુમાવ્યો. પરિણામ કેટલું સુંદર ! મૃત્યુ પછી તે સર્પ રાજપુત્ર બન્યા, તો પણ પૂર્વે આરાધેલ શ્રમણપણાને લીધે રાજ્યમાં આસક્તિ ન કરતાં વૈરાગ્યવાન મુનિવર બન્યા. “કારણ કે તે સાધુ હતા” [19] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82