Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ ૬-માસતુસમુનિ કારણ કે તે સાધુ હતા” અભિનવ ચિંતન-શૃંખલાની છઠ્ઠી કડી છે “માસતુસ મુનિ”. સામાયિક આદિના અર્થને જાણવામાં પણ અશક્ત એવા આ મુનિએ ગુરુભક્તિ વડે કરીને જ્ઞાનના કાર્યરૂપ એવી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી. એ હતી પૂર્વભવની સંયમયાત્રાની ફલશ્રુતિ. સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરીને વૈરાગ્યભાવે ભીંજાતા મુનિ, સામાયિક શ્રુતજ્ઞાન ભણી રહ્યા છે. પૂર્વભવનું ઉપાર્જિત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતા અજ્ઞાન રૂપી અંધકારના ઓળા ઉતરી આવ્યા. એક પદનો પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે અભ્યાસનો પુરૂષાર્થ અને પૂર્ણ બહુમાન છતાંયે જ્ઞાન ચડતું નથી. તેમની આ સામર્થ્યરહિતતાને જાણીને ગુરુ ભગવંતે સામાયિક શ્રતનો અર્થ સંક્ષેપથી જણાવ્યો : “મા રસ મા તુસ” કોઈ ઉપર રોષાયમાન કે તોષાયમાન થવું નહીં. બાર વર્ષનો અવિશ્રાંત પરિશ્રમ, બાળકો દ્વારા નિત્ય મજાક, નિત્ય તપ પછી પણ માસતુસ શબ્દો બોલે છે પણ મા રસ મા તુસ યાદ રહેતું નથી. “કારણ કે તે સાધુ હતા” [21] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82